ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કેશોદના અંડરબ્રિજમાં આપે હોડી ચલાવી નોંધાવ્યો વિરોધ, પોલીસ સાથે ઝપાઝપી

11:55 AM Sep 30, 2025 IST | Bhumika
Advertisement

ચાર વર્ષમાં 20 ટકા પણ કામ પૂરૂ થયું નથી, પોલીસે અટકાવતા થયેલું ઘર્ષણ

Advertisement

કેશોદ શહેરમાં થોડા દિવસો પહેલા જ ઉતાવળે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયેલો અંડરબ્રિજ ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થતાં રાજકારણ ગરમાયું છે. સામાન્ય વરસાદ પડતાંની સાથે જ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, જેને પગલે આજે આમ આદમી પાર્ટી (અઅઙ) ના નેતા પ્રવીણ રામ અને તેમના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓ અંડરબ્રિજમાં હોડી (બોટ) લઈને પ્રવેશ્યા અને ભાજપના સત્તાધીશોને કટાક્ષભર્યો સંદેશો આપ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને અઅઙ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં પ્રવીણ રામ સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.

AAP નેતા પ્રવીણ રામે આ મામલે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેશોદની જનતા છેલ્લા ચાર વર્ષથી આ અંડરબ્રિજની સમસ્યાથી હેરાન છે. હજુ તો અંડરબ્રિજનું 20 ટકા કામ પણ પૂર્ણ થયું નથી, છતાં ઉતાવળમાં ભાજપના સત્તાધીશોએ તેને ખુલ્લો મૂકી દીધો.

પ્રવીણ રામે વધુમાં કહ્યું કે, સામાન્ય વરસાદમાં જ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા, ત્યારે પાણી કાઢવા માટેની મોટરો પણ બંધ હતી. જો ભાજપ સરકાર લોકોને પાણીનો નિકાલ ન આપી શકતી હોય તો લોકોને હેરાનગતિ ન થાય તે માટે અહીં કાયમ માટે હોળી કે બોટ મૂકી દેવી જોઈએ.સ્ત્રસ્ત્ર આ સાંકેતિક વિરોધના પગલે પોલીસ અધિકારીઓ પણ પાણીમાં ઉતરીને વિરોધકર્તાઓને ડિટેઇન કરવા પહોંચ્યા હતા.
આ સમગ્ર ઘટના બાદ પોલીસ પ્રશાસન દ્વારા તત્કાળ પગલાં લેવાયા હતા.

કેશોદ શહેરમાં એસપી તરીકે ફરજ બજાવતા બી.સી. ઠક્કરએ જણાવ્યું હતું કે, અંડરબ્રિજમાં પાણી ભરાતા સલામતી માટે બેરીકેટ મૂકવામાં આવ્યા હતા. જોકે, આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને તેમના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્રવીણ રામ તેમજ અન્ય કાર્યકર્તાઓને ડિટેઇન કરી કેશોદ પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બ્રિજમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા જતા વીજશોકથી કામદારનું મોત
કેશોદના ચારચોક પાસે રેલવે અન્ડર બ્રીજમાં વરસાદનું પાણી ભરાયા હતા અને આ પાણીનો મોટર વગેરે મુકી પાણી નો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેવા સમયે આ સ્થળે કામ કરતાં બેથી ત્રણ જેટલી વ્યક્તિઓને કોઈ પણ કારણસર શોટે લાગતાં તેઓને તાત્કાલિક સ્થળ પરથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા ત્યારે આ સારવાર દરમિયાન મંગલપુર ના દિવ્યેશભાઈ અશોકભાઈ રાઠોડ ઉ. 25 નામના એક કામદાર નું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે આ યુવક અહીં પાણી નો વહેલો નિકાલ થાય તે માટે ની કામગીરી કરી રહેલ હતો ત્યારે તેમને શોટે લાગતાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે વધુમાં એમ પણ જાણવા મળ્યું છે મૃતક દિવ્યેશભાઈ રાઠોડ અન્ડર બ્રીજ ના કોઈ કામ સબબ આજે જ્યારે તેમની કામગીરી કરી રહીયા હતા ત્યારે તેમને તથા અન્ય વ્યક્તિ ને શોટે લાગ્યો હતો અને તેમાં દિવ્યેશભાઈ રાઠોડ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે આ ધટના ની જાણ થતાં અનેક લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ત્યારે આ ધટનામાં મૃત્યુ પામનાર દિવ્યેશભાઈ યોગ્ય વળતર આપવાની માંગણી પણ મહેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newskeshodKeshod newsunderbridge
Advertisement
Next Article
Advertisement