For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીની મચ્છુ નદીમાં સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલ દીવાલનો વિરોધ

11:47 AM Jun 11, 2025 IST | Bhumika
મોરબીની મચ્છુ નદીમાં સ્વામિનારાયણ સંસ્થાએ બનાવેલ દીવાલનો વિરોધ

ગેરકાયદેસર દીવાલ તોડી પાડવાની સામાજિક કાર્યકરની માંગ

Advertisement

મોરબીની મચ્છુ નદીમાં BAPS મંદિરના સંચાલકો દ્વારા નદીના પાણીનો અવરોધ બને તે રીતે ગેરકાયદે દીવાલનું દબાણ કરવામાં આવ્યું હોય જે દબાણ હટાવવા માટે સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડિયા દેવેશ, ગીરીશભાઈ કોટેચા સહિતનાઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, જીલ્લા કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નર અને ધારાસભ્યને રજૂઆત કરી જણાવ્યું છે કે સામાકાંઠા વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ સંસ્થા અંતર્ગત આવતું ઇઅઙજ મંદિરના સંચાલકો દ્વારા મચ્છુ નદીના પાણીને આવરોધ બને તેવી રીતે આશરે 30 ફૂટ ઉંચી આડી દીવાલ બાંધવામાં આવી છે દીવાલને કારણે મોરબીના નીચાણવાળા વિસ્તારો જેવા કે ખોખાણી શેરી, ખત્રીવાસ, વણકરવાસ, ભરવાડવાસ, બોરીચાવાસ અને વજેપર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાનું જોખમ છે અને પુરની સ્થિતિ નિર્માણ પામે તેવી સંભાવના રહેલી છે.

Advertisement

મંદિર દ્વારા જે દીવાલ ઉભી કરવામાં આવી છે તે તદન ગેરકાયદેસર છે મોરબી કલેકટર દ્વારા દીવાલને તોડી પાડવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો હતો છતાં થોડો સમય દીવાલ તોડવાની કામગીરીનો દેખાવ કર્યા બાદ દીવાલ તોડવાનું કામકાજ રોકી દેવામાં આવ્યું હતું અને દીવાલ જેમની તેમ જોવા મળે છે મહાપાલિકા તંત્ર દુકાન બહાર ઓટલા પણ તોડી રહી છે અને નિયમોનું પાલન કરાવી રહી છે ત્યારે મચ્છુ નદીની વચ્ચોવચ ખડકી દીધેલ ગેરકાયદે દીવાલ કેમ તોડી પાડતા નથી ભવિષ્યમાં હોનારત જેવી સ્થિતિ ના સર્જાય માટે તાત્કાલિક દીવાલ તોડવાની કામગીરી કરવા માંગ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement