ઉપલેટા મામલતદારના વાણી-વર્તનના વિરોધમાં ધરણાં
ઉપલેટા તાલુકા મામલતદાર તરીકે નવા મામલતદાર મહેતાએ ચાર્ટ સાંભળ્યો ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહ્યા છે શરૂૂઆતમાં આવી ખનીજ ચોરી રેતી બંધ કરાવી અને ફરીથી ખનીજ ચોરી ચાલુ થઈ રેતી ચાલુ થઈ આ અંગે પણ મામલતદારદાર સામે આક્ષેપો થઈ રહ્યા છે ઉપરાંત શહેરના સામાન્ય નાગરિકો સામે ખરાબ વર્તન અને અધિકારીશાહી વર્તન કરતા હોવાની અનેક ફરિયાદો આવતી હતી આ દરમિયાન બે દિવસ પહેલા કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય તલંગણા સીટના કડવીબેન વામરોટીયા અને તેમના પતિ રામશીભાઈ વામરોટીયા કાથરોટામાં તળાવ તૂટી ગયેલી હોય તેમને અંગે રજૂઆત કરવા મામલતદાર ઓફિસ જતા અધિકારીશાહીની જેમ ચિઠ્ઠી લખીને મોકલાવો પછી મળશે એવો પટાવાળા એ જવાબ આપતા રામશીભાઈએ ચિઠ્ઠી લખીને મામલતદારને મોકલાવી ત્યારબાદ એક કલાક સુધી તેમને મળવાનો સમય ન આપતા રજૂઆત કર્યા વગર રામજશીભાઈ ને પરત કાથરોટા ફરવું પડેલ હતું. આ બનાવની વાત કોંગ્રેસના આગેવાનોને થતા કોંગ્રેસમાં ઘેરા પડતા પડ્યા હતા અને આજે ઉપલેટા મામલતદાર કચેરી સામે ઉપલેટાના મામલતદાર ની અધિકારશાહી અને તાનાશાહીના વિરોધમાં ધારણા કરેલા છે આજના ધરણામાં શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ કનેરિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જયદેવસિંહ વાળા તાલુકા પંચાયતના સદસ્ય શાંતિલાલ પાનસેરીયા રામસિંહભાઈ વામરોટીયા તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ ભરતભાઈ સુવા કડવીબેન રામરોટીયા પાનેલી ગ્રામ પંચાયતના સભ્ય દિનેશભાઈ વેકરીયા મનુભાઈ પબાણી બાબુભાઈ ડેર કાઠી સમાજના પ્રમુખ દીલાભાઈ માકડ ઉપલેટા નગરપાલિકાના સદસ્ય રજાકભાઈ હીગોડા શાહ નવાજ બાપુ ઉપલેટા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ લખમણભાઇ ભોપાળા નારણભાઈ આહીર સિરાજભાઈ ખેભર સહિતના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા