દ્વારકાના વસઈ ગામ આસપાસ પ્રસ્તાવિત એરપોર્ટ સામે વિરોધ
12:22 PM Nov 26, 2025 IST | Bhumika
દ્વારકાના વસઈ ગામ આસપાસ પ્રસ્તાવિત એરપોર્ટ નિર્માણ મામલે ચર્ચાઓએ જોર પકડયુ છે ત્યારે સ્થાનીય ખેડૂતોમાં વસઈ આસપાસની જમીનોમાં એરપોર્ટ નિર્માણ માટે જમીન સંપાદન સહિતના મુદ્દે તંત્ર સાથે થનાર ચર્ચા પહેલાં જ ભારે વિરોધ જોવા મળી રહયો છે. આજરોજ પ્રસ્તાવિત એરપોર્ટ માટેની જરૂૂરી ખાનગી માલીકીના સર્વે નંબરવાળી જમીનોના અસરગ્રસ્ત વસઈ, ગઢેચી, મેવાસા અને કલ્યાણપુર ગામના ખેડૂતોએ સંયુકત રીતે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કર્યો હતો. આજની પ્રસ્તાવિત કામગીરી સબબ કોઈ કારણસર અધિકારીગણ ઉપસ્થિત ન રહેતા પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. આગામી દિવસોમાં આ બાબતે અધિકારીગણ સ્થળ મુલાકાત લઈ કામગીરી કરે તેવી સંભાવના છે.
Advertisement
Advertisement