ઢેબર રોડ પરના ગેરકાયદેસર ઢોરવાડાનો વિરોધ
શહેરમાં રખડતા-ભટકતા પશુઓ વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના લીધે ગેરકાયદેસર તોડવાના અને રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરીજનો મુક્ત થયા છે. છતાં અમુક માથાભારે શખ્સો દ્વારા સરકારી જમીનો ઉપર ઢોરવાડા બનાવી આ વિસ્તારના લોકોને ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. જેમાં આજે ઢેબર રોડ ઉપર આવેલ અમરનાથ સોસાયટી સહિતના લોકોએ અગાઉ ડિમોલીશન થયેલ તેવા મનપાના પ્લોટ ઉપર ફરી અસામાજીક તત્વોએ ઢોર બાંધી શેરીમાં છુટ્ટા મુકી દેતા હોય ત્રાસ દાયક સ્થિતિ સર્જાય છે. તેવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.
ઢેબર રોડ ઉપર આવેલ અમરનાથ સોસાયટીના રહીશોએ આજે મ્યુનિસિપલ કમિશનરને આજે રજૂઆત કરી જણાવેલ કે, અમરનાથ કો.ઓ.સો.માં આવેલ પ્લોટ જેના રેવન્યુ સર્વે નં. 323 પૈકી ફા. પ્લોટ નં. 30 ઓ.પી.નં. 1/1 છે. સરનામું અમરનાથ સોસાયટી વોર્ડ નં. 18 ટી.પી. નં. 10 રાજકોટ ઢેબર રોડ, અટીકા ફાટકથી આગળ શેરી નં. 11 છે. આ જગ્યા આપના ઝોન માંથી અહીંયા 2 વાર ડીમોલીશન કરવામાં આવ્યું છે. છતાં અજાણ્યા શખ્સો દ્વારા અવાર નવાર ગેરકાયદેસર રીતે આવિને ઢોર બાંધીને સોસાયટીમાં રંજાડ કરે છે.
આ જગ્યાની માલીકી ટીપીની છે. જેમાં આવા આવારા તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. એ પણ ત્રીજીવાર આ લોકોને તથા આપનો પણ નથી એટલા માટે અવાર નવાર સોસાયટીમાં ઢોર લઈને આવે છે. તથા ટીપીની જગ્યામાં ગેરકાયદેસર રીતે ઢોર બાંધીને છાપરૂ કરીને રહે છે.
આ લોકોના ઢોરના ત્રાસથી શેરીમાં ગંદકી થાય છે. તથા તેમાંથી રોગચાળાઓ થાય છે. આ ઢોરના ત્રાસના લીધે શેરીમાં ઢોરના લીધે નાના બાળકો રોહ પણ નથી શકતા કે રમી પણ નથી શકતા. આપને નમ્ર વિનંતી છે કે, આવા ભુમાફિયામાંથી આપની પ્રોપર્ટીને છોડાવી સોસાયટીને તેમના ત્રાસમાંથી છોડાવો આવા લોકોને કાયદાનું ભાન કરાવી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.