ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બસપોર્ટમાં ટપકતા પાણી મુદ્દે છત્રી-રેઇનકોર્ટ પહેરી વિરોધ

05:18 PM Jul 26, 2025 IST | Bhumika
Advertisement

અધિકારીઓ અને એજન્સીના અહમના કારણે, મેઇન્ટેનન્સના અભાવે મુસાફરોને હેરાનગતિ: યોગ્ય કરવા હિતરક્ષક સમિતિની માંગ

Advertisement

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓની યાદી મુજબ રાજકોટનું એસટી બસ પોર્ટ એ થાળી ભાંગીને વાટકો કરતા અને 175 કરોડના ખર્ચે બનાવેલું બસ સ્ટેશન ભાંગીને ભૂકકો થયું છે. મેઇન્ટેનન્સના અભાવે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના અહમ ટકરાવ ના પગલે મુસાફરો દુવિધાનો ભોગ બની રહ્યા છે.
રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ વચ્ચે ત્રણેક જગ્યાએ પાણીનાં ટીપા સતત 24 કલાક વગર વરસાદે પડતા હોય જે પગલે આઠ દિવસ પહેલા સ્ટેન્ડ ઇન્ચાર્જ અને એ.ટી.આઈ જોરુભા ગઢવીને ગુજરાતના મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાત પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ પ્લેટફોર્મ પર લઈ જઈ સતત ટપકતા પાણી બંધ કરવા મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં તંત્રમાં કોઈ જાતનો સુધારો થયો નહીં અને મુસાફરો પર આવતા જતા પાણીના ટીપા પડતા હોવાને બદલે આજરોજ મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા એસ.ટી બસ પોર્ટ પર રેઇનકોટ અને છત્રી સાથે બસ પોર્ટ માં ટપકતા પાણી નીચે રેઇનકોટ અને છત્રી સાથે બેસી દેખાવો કરી એસટી તંત્રના નિંભર તંત્રનો કાન આમળેલ હતો.

અને સિનિયર ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ શ્રાવણ માસ અને આગામી જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે હકડેઠઠ મેદની ઉમટી પડશે ત્યારે બસ સ્પોર્ટમાં બેઠક વ્યવસ્થા આ પૂરતી છે અને પાણી પડે છે તે સ્થળેથી બેઠક વ્યવસ્થા હટાવી લેવામાં આવી છે તો તાત્કાલિક પાણી બંધ કરી તે સમયે બેઠક વ્યવસ્થા ઉભી કરવી તેમ જણાવી આવેદનપત્ર સુપ્રત કરેલ હતું આ આવેદનપત્ર ની નકલ રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એમ.ડી, રાજકોટ ડિવિઝન ના વિભાગ એ નિયામક ને નકલો પાઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર અગાઉ ફેબ્રુઆરી 2025 માં બસપોર્ટ ના પ્લેટફોર્મ ઉપર અને પ્લેટફોર્મ નંબર 15 ની સામે છતમાંથી પોપડા ખરી પડ્યા હતા. તત્કાલીન સમયે ગુજરાત એસટી મુસાફરી રક્ષક સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ) મુજબ તારીખ 3 ફેબ્રુઆરી 2025 ના રોજ ફરિયાદ નંબર 143532 થી લેખિત ફરિયાદ નો ઉલાળીયો કરી દેવામાં આવ્યો છે અને કચરાપેટીમાં પધરાવી દેવામાં આવી છે અને તુમારશાહીનો ભોગ બનેલી આ રજૂઆત ની પણ ઉઘરાણી કરવામાં આવી છે.

આજના રેનકોટ અને છત્રી સાથે એસ.ટી બસ પોર્ટ માં બેસી આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, રસિકભાઈ ભટ્ટ, શૈલેષભાઈ ટાંક, પ્રતિકભાઇ વસોયા, દિલીપભાઈ આસવાણી સહિતના પ્રતિનિધિઓ જોડાયા હતા.

Tags :
bus portgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement