સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.94.78 કરોડની દરખાસ્તોને મંજૂરી
સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે 4386 લાખ, રંગમતી નદીના રિવર રીજુવનેશન માટે 859 લાખ, કાલાવડ નાકા બહાર નદી ઉપર ફોરલેન બ્રિજ બનાવવા રૂ.19 કરોડ 48 લાખ મંજૂર કરાયા : સ્વામિનારાયણ મંદિર નજીક ગટરના કામ માટે રૂા.238.11 લાખ ખર્ચાશે
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂૂપિયા 98 કરોડ 78 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 4386 લાખ રંગમતી નદીના રિવર રિજીવનેશન ની કામગીરી માટે 859 લાખ ઉપરાંત રંગમતી નદી પર ફોર લેન રિવર બ્રિજ બનાવવાના કામ માટે 1948 લાખ ના ખર્ચનો સમાવેશ થાય છેજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક આજે તા. 24-07-2025 ના નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા. સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2,3 અને 4) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ અંગે રૂૂા. 7.50 લાખ , વોર્ડ નં. 7, સ્વામીનારાયણ મંદિર પાસે પાઈપ ગટરના કામ અંગે રૂૂા. 238.11 લાખ , સીવીલ વેસ્ટ, ઈસ્ટ, સાઉથ, નોર્થ, સેન્ટ્રલ ઝોન માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ પબ્લીક ટોયલેટ વર્કસના કામ અંગે રૂૂા. 7.50 લાખ નાં ખર્ચ ને મંજુર કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં. 5, સોઢા સ્કુલ પાસે ના પુલીયા થી એચ.ઓ. ભટ્ટ ના બંગલા સુધી સી.સી. રોડના કામે સ્થળ ફેરફાર અંગે ની દરખાસ્ત અન્વયે સ્થળ ફેરફાર મંજુર કરવામાં આવ્યો હતો. સીવીલ / ગાર્ડન શાખા માં સમાવેશ થતા સંગમ બાગ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સના કામ અંગે રૂૂા. 10.42 લાખ , જામનગર શહેરમાં ખંભાળીયા રોડ 52 હોટલ વિશાલ પાછળ, ટી.પી. સ્કીમ નં. 2, અંતિમ ખંડ નં. 98 વાળી જગ્યામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઈઝ-1) બનાવવા ના કામ અંગે રૂૂા. 4386.56 લાખ , કલીનીંગ સ્ટાફ રણમલ લેઈક તથા ખંભાળીયા ગેઈટ ફોર ધ પીરીયડ ઓફ થી યર્સ વધારાના બે વર્ષ સુધી સમય મર્યાદા વધારવા અંગે ની દરખાસ્ત માં બીજા વર્ષનું ખર્ચ રૂૂા. 43.12 લાખ મંજુર કરવામાં આવ્યું હતું. જામનગર શહેરની રંગમતી નદીના રીવર રીજુવનેશન ની કામગીરી અંતર્ગત નદીને તેના મુળ સ્વરૂૂપે લાવવાના કામ અંગે રૂૂા. 859.14 લાખ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદી પર ફોરલેન રીવર બ્રીજ બનાવવા.
અંગે રૂૂા. 1948.22 લાખ , જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમ માટે વર્ષ એક માટે પી.આર.ઓ શાખા દ્વારા સ્ટેજ/મંડપના કામ ના ખર્ચ અંગે રૂૂા. 35 લાખ મંજુર , જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કાર્યક્રમ માટે વર્ષ 2025-26 માટે પી.આર.ઓ. શાખા દ્વારા ફોટોગ્રાફી/વિડીયોગ્રાફીના કામના ખર્ચ અંગે રૂૂા. 5.50 લાખ , જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં આવેલ સ્વીમીંગપુલના ક્રોમ્પેહેન્સીવ ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સના કામ અંગે રૂૂા. 43.08 લાખ , પ્રોવાડીંગ એન્ડ સપ્લાઇંગ ઓફ 100 એમ.એમ. ડાયા થી 600 એમ.એમ. ડાયા સુધી સી.આઈ. સ્લુઝ વાલ્વઝ ફોર વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઈન જામનગર સીટી એરીયા ના કામ માટે રૂૂા. 65.98 લાખ , ના ખર્ચ ને બહાલી આપવાં માં આવી હતી.
જુદી જુદી શાખાઓની આવેલ ડીમાન્ડ અન્વયે કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, યુ.પી.એસ. વિગેરેની ખરીદી અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈન કામ અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 227.27 લાખ ના ખર્ચ ને મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બે દરખાસ્ત અધ્યક્ષ સ્થાને થી રજૂ થઈ હતી.જેમાં 20 વર્ષ જુની આવાસ યોજના ના બ્લોક 1 થી 51 ડીમોલીશન કરવાના કામ અંગે રૂૂા. 40,086 નું ખર્ચ મંજૂર કરાયું હતું.જ્યારે અન્ય એક દરખાસ્ત માં સ્ટેટ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત નાણાકીય સહાય પુરી પાડવા અંગે રૂૂા. 20 કરોડ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. આમ આજ ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 98 કરોડ 78 લાખ ના રકમ ની દરખાસ્તો ને મંજુર કરવામાં આવી હતી.
