રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયામાં કરવેરો વધારવાની દરખાસ્ત રદ

11:51 AM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દોઢ દાયકાથી વેરા યથાવત્: પાલિકા પાસે લાઇટ બિલના પૈસા નથી!

છેલ્લા આશરે અઢી દાયકાથી ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકામાં દોઢેક દાયકાથી કોઈપણ પ્રકારનો વેરા વધારો કરાયો નથી. નગરપાલિકાની સામાન્ય સભામાં દર વર્ષે એકાદ વખત કરવેરો વધારવાની દરખાસ્ત નક્કી કરવામાં આવે છે. પરંતુ કહેવાતા જાગૃત સદસ્યો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવતા કરવેરા વધારવાની દરખાસ્ત લેવામાં આવતી નથી એના કારણે હાલની પરિસ્થિતિ માં નગરપાલિકાને લાઈટ બિલના પૈસા ચૂકવવા માટે ફાઈનાન્સ બોર્ડ પાસેથી લોન લેવી પરિસ્થિતિ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ખંભાળિયા નગરપાલિકામાં રૂટિન ખર્ચ માટે વોટર વકર્સ, સફાઈ તેમજ દીવાબત્તી વેરા સ્વરૂૂપે આવક થાય છે. જેમાં વોટર વર્ક્સમાં તો લાખના બાર હજાર જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. શહેરમાં રોજના માત્ર બે રૂપિયાથી પણ ઓછી રકમમાં વાર્ષિક રૂ.600 લઈને નગરપાલિકા પાણીનું વિતરણ કરે છે. જેથી નગરપાલિકાને આશરે રૂપિયા 60 લાખ જેટલી આવક સામે દોઢથી બે કરોડ રૂપિયાની જાવક થાય છે. જ્યારે શહેરમાં એક ટેન્કર પાણીનો ભાવ રૂપિયા 700થી 800 છે. આ સાથે સફાઈ વેરા સ્વરૂપે એક મિલકત ધારક પાસેથી રૂપિયા 125 અને તેટલો જ દીવાબત્તી વેરો મળે છે.

શહેરમાં બાંધકામની મંજૂરીની સત્તા નગરપાલિકા પાસે હતી. જેની આવકથી વિકાસ કામો થઈ શકતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સત્તા આવે ખાડા (ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ) પાસે ચાલી જતા આ આવક પણ બંધ થઈ ગઈ છે. નગરપાલિકાના સ્વભંડોળમાં કોઈ મોટી આવકનો સ્ત્રોત ન હોવાથી હવે નગરપાલિકાને લાઈટ બિલ ભરવાના પણ સાંસા થઈ ગયા છે. જાણવા મળતી વિગત મુજબ હાલ રૂૂ. 90 લાખનું લાઈટ બિલ બાકી હોય, પાલિકા દ્વારા ફાયનાન્સ બોર્ડ પાસે લોન માંગવામાં આવી છે.

પરંતુ વર્ષો જૂનો અને ખૂબ જ ઓછો મનાતો ટેક્સ વધારાતો નથી. નગરપાલિકાના મોટાભાગના વેરામાં આશરે 15 વર્ષથી કોઈ વધારો થયો નથી. આ વચ્ચે કર્મચારીઓના વધતા પગાર સહિતના ખર્ચાઓ વચ્ચે જૂના વેરા માળખામાં પણ પૂરી વેરા વસુલાત પણ સમયસર થઈ ન શકતા નગરપાલિકા સમયસર કર્મચારીઓને પગાર પણ ચૂકવી શકતી નથી. ત્યારે હાલ કરવેરા વધારવાના બદલે આગામી દિવસોમાં સારા કામો કર્યા બાદ જ કરવેરામાં વધારો કરાશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

Tags :
gujaratgujarat newsKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement