રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સમય ટ્રેડિંગ કૌભાંડની તપાસ ઇડી દ્વારા કરવા રજૂઆત

04:51 PM Dec 26, 2024 IST | Bhumika
Advertisement

બે વર્ષ પહેલા સરકારે ઇડીને તપાસ સોંપ્યાની માંગ સ્વીકાર્યા છતા તપાસ ચાલુ નહી કરતા રોકાણકારોમાં રોષ

Advertisement

રાજકોટમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર સમય ટ્રેડીંગના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં પોલીસ ઢીલી નીતિ દાખવી રહી હોવાની રજૂઆત રોકાણકારો દ્વારા કરવામાં આવી હતી અને આ મામલે ઇડી દ્વારા તપાસ કરવા માંગ કરવમાં આવી છે. તેમજ 15 દિવસમાં તપાસ ચાલુ કરવામાં નહીં આવે તો બધા રોકાણકારો પોલીસ કમિશ્નર કચેરીની સામે આમરણ ઉપવાસ ઉપર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

પોલીસ કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ સમય ટ્રેડીંગનું આ કૌભાંડ રાજકોટ કે ગુજરાત પૂરતું નહી પણ બીજા રાજ્યોમાં પણ રોકાણકારો હોય આ દેશવ્યાપી કૌભાંડ હોવાની શંકા છે. કંપની ના માલિકો જાણી જોઈને પૂર્વ આયોજિત કાવતરું રચી કરોડો રૂૂપિયા સગેવગે કરેલ છે. જે તે સમયના અધિકારીઓ દ્વારા ફક્ત કાર મોબાઈલ બાઈક થોડી ઘણી જગમ મિલકત જપ્ત કરવામાં આવી હતી જયારે આ કંપનીના કેટલાક એજન્ટો છે જેની તપાસ થઈ જ નથી ત્યારે આ અંગે ન્યાયિક તપાસ થાય તેવી માંગ કરી હતી વધુમાં જણાવ્યું કે,ગત તારીખ 9/1/2023 ના રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહ મંત્રી સમય ટ્રેડિંગના ઈન્વેસ્ટિગેશન માટે આવેદન પત્ર આપેલ છે તે આવેદનપત્રની અંદર સીબીઆઇ અથવા ઈડીની તપાસ માંગ કરેલ હતી. કોર્ટ દ્વારા ધરપકડના વોસ્ટ પણ નીકળેલા છે પણ આજ સુધી કોઈપણ જાતની કાર્યવાહી થઈ નથી.

ગૃહ વિભાગ તથા મુખ્યમંત્રી અને રાજકોટ પોલીસ કમિશનરને સીબીઆઈ કે ઇડી અથવા કોઈપણ સારી એજન્સી દ્વારા તપાસ કરે તેવી માંગ કરેલ હતી પણ આજ કોઈ પણ જાતની તપાસ કરવામાં આવી નથી. આ મામલે બે વર્ષ પહેલા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા રોકાણકારોને એવું કહેવામાં આવ્યું હતું કે સરકારે માંગ સ્વીકારી છે અને થોડા સમયમાં ઈડી ની ટીમ તપાસ ચાલુ કરશે જે આજ સુધી બે વર્ષ થયા ઇડીએ પણ આ તપાસ કરી નથી. જે તે સમયે પ્રદીપ ડાવેરાએ તમામ રોકાણકારોને સિક્યુરિટી પેટે ચેક આપેલ હતા તે ચેકની તારીખ પુરી થવામાં થોડા સમયની વાર હતી ત્યારે રોકાણકારોને તત્કાલીન ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પ્રદીપ ડાવેરા સાથે તથા અન્ય એજન્ટો અને પાર્ટનરો દ્વારા બધા રોકાણકારોને ફરીથી ચેક દેવામાં આવશે એવું સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવીને આપવામાં આવ્યું હતું.તે કોઇપણ જાતના ચેક આજ સુધી આપેલ નથી. આ મામલે બધા રોકાણકારો ત્રણ વર્ષથી આવેદન અને નિવેદન દઈ છે તે છતાં કોઈ અધિકારીઓએ આ મામલે ગંભીરતા લેતા નહી હોવાનો આક્ષેપ કર્યો હતો.અરજી 15 દિવસમાં તપાસ ચાલુ કરવામાં નહીં આવે તો બધા રોકાણકારો પોલીસ કમિશ્નર કચેરીની સામે આમરણ ઉપવાસ ઉપર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement