વંદે ભારત ટ્રેનને નવાગઢ અથવા જેતલસર સ્ટોપ આપવા રજૂઆત
જેતપુર ડાંઇંગ એન્ડ પ્રિન્ટિંગના પ્રમુખ અને ભાવનગર વિભાગીય રેલવે સલાહકાર સમિતિના સભ્ય જયંતીભાઈ રામોલિયાની યાદી જણાવે છે કે સાબરમતી સોમનાથ વંદે ભારત ટ્રેન ચાલુ થતા લોકોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ ની લાગણી ઊભી થઈ છે.
લોકોની સગવડતામાં વધારો થયો છે ત્યારે આ વંદે ભારત ટ્રેનને જો નવાગઢ અથવા જેતલસર રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવામાં આવે તો જેતપુર અને આસપાસની આશરે ત્રણ લાખની જનતાને સોમનાથ દર્શન કરવા જવા માટે અથવા અમદાવાદ જવા માટે ખૂબ જ અનુકૂળતા રહે જેતપુર એક ઔદ્યોગિક શહેર હોય આખા ભારતમાંથી લોકો અહીંયા આવે છે ત્યારે તેમને સોમનાથ દર્શન કરવા જવા માટે આ વંદે ભારત ટ્રેનના ખૂબ જ અનુકૂળ રહે છે હાલમાં આ વંદે ભારત ટ્રેન રાજકોટ થી સીધી જુનાગઢ ઉભી રહે છે જો નવાગઢ અથવા જેતલસર સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવામાં આવે તો લોકોની સગવડતામાં ખૂબ જ વધારો થાય તે માટે જયંતીભાઈ રામોલિયા એ પોરબંદરના સાંસદ અને કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજૂઆત કરી છે.