રાજકોટમાં વધારાની DEO કચેરી શરૂ કરવા કલેક્ટર સમક્ષ દરખાસ્ત
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાના વિકેન્દ્રીકરણ અને સરળ વહીવટ માટે તાજેતરમાં રાજકોટ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્વતંત્ર નજિલ્લા કક્ષાની શિક્ષણ કચેરી શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની આ જાહેરાત બાદ હવે રાજકોટમાં વહીવટી પ્રક્રિયાનો ધમધમાટ શરૂૂ થયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જિલ્લા કલેક્ટર સમક્ષ નવી કચેરી શરૂૂ કરવા અંગેની સત્તાવાર દરખાસ્ત રજૂ કરી છે. આ દરખાસ્તમાં શિક્ષણ અધિકારીએ કલેક્ટર તંત્રને વિનંતી કરી છે કે નવી કચેરીના નિર્માણ અથવા સંચાલન માટે યોગ્ય સ્થળની ફાળવણી વહેલી તકે કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ હવે જમીન અથવા બિલ્ડિંગની ફાળવણી થયા પછી જ આગળની કાર્યવાહી શક્ય બનશે. તેથી, ઉઊઘ દ્વારા આ મામલે ત્વરિત નિર્ણય લેવા અને જગ્યા ફાળવવા માટે કલેકટર સમક્ષ રજૂઆત કરી છે.