For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મિલકત વેરા હપ્તા યોજના બે માસ લંબાવાઈ

05:57 PM May 29, 2025 IST | Bhumika
મિલકત વેરા હપ્તા યોજના બે માસ લંબાવાઈ

મનપા દ્વારા ચડત મિલ્કતવેરામાં આજ સુધીનું વ્યાજ વસુલી હપ્તા સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં હપ્તો ચાલુ કર્યા બાદ પૂર્ણ રકમ ભરપાઈ થાય ત્યાં સુધી વ્યાજ લાગુ પડતું નથી અને વ્યાજ બંધ કરવામાં આવે છે. આ યોજનાની મુદત 31 મેના રોજ પૂર્ણ થઈ રહી છે. પરંતુયોજનાને નબળો પ્રતિસાદ સાપડતા બે માસ માટે મુદત વધારવામાં આવી છે. આથી હવે હપ્તાવેરા યોજના 31 જૂલાઈના રોજ પૂર્ણ થશે.

Advertisement

રાજકોટ મણનગરપાલિકા દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટની જુદી જુદી કલમો હેઠળ દરેક નાણાંડિય વર્ષ માટે સામાન્ય કર અને જુદા જુદા કરવેરા તેમજ વોટર ચાર્જ નિયત કરવામાં આવે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસુલાત શાખાના રેકર્ડ ઉપર 5.95 લાખ મિલકતો નોંધાયેલ છે. જે પૈકી દર વર્ષે અંદાજે 3 લાખ મિલકત ધારકો દ્વારા નિયમિતપણે વેરો ભરપાઈ કરવામાં આવે છે. અંદાજે 2 લાખ કરતા વધારે મિલકતધારકો દ્વારા વેરાની રકમ કોઈ કારણોસર નિયમિત ભરપાઈ કરવામાં આવતી નથી.

બાકી રહેતી વેરાની રકમ ઉપર ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ 141-અ મુજબ વાર્ષિક 18%ના દરે વ્યાજ વસુલ કરવામાં આવે છે. વ્યાજની બાકી રકમ ઉપર વ્યાજ વસુલ કરવામાં આવતું નથી. આમ છતાં, કોઈ મિલકતધારક અમુક વર્ષો સુધી વેરો નિયમિત ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય ત્યારે વેરાની મૂળ રકમ તથા ચડત વ્યાજની રકમ મોટી થઇ જાય છે અને વ્યક્તિને એકસાથે આ રકમ ભરવી અઘરી પડે છે માટે મિલકતધારકો હપ્તા દ્વારા સંપૂર્ણ ચૂકવણી કરીને આગલા વર્ષોથી વેરાની ભરપાઈ નિયમિત રીતે કરતા થાય એ હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘ઘક્ષય ઝશળય ઈંક્ષતફિંહહળયક્ષિં તભવયળય‘ 01/04/2025થી 31/05/2025 દરમિયાન અમલમાં મુકવામાં આવેલ હતી આ યોજનાને મિલકતધારકો તરફથી બહોળો પ્રતિસાદ મળેલ છે તેમજ હજી વધારે મિલકતધારકો આ યોજનાનો લાભ લઈ નિયમિત રીતે વેરો ભરવા પ્રોત્સાહિત થાય એ હેતુથી "ઘક્ષય ઝશળય ઈંક્ષતફિંહહળયક્ષિં જભવયળય "ને તા.31/07/2025 સુધી લંબાવવા અભિપ્રાય થાય છે.

Advertisement

આ યોજનાનો લાભ લેવા મિલકતધારક દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 31-07-2025 સુધીમાં વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવીને મિલકત વેરા અથવા પાણીચાર્જના બીલમાં દર્શાવેલ ચાલુ વર્ષની(વ્યાજ સહિત) રકમના 100% અને એરીયર્સની (વ્યાજ સહિત) રકમનાં 25% જેટલી રકમનો પ્રથમ હપ્તો ભરવાનો રહેશે. બાકીની 75% રકમ આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન 25%, 25% અને 25%ના ત્રણ હપ્તામાં ભરવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement