લોનના હપ્તા અને વ્યાજ નહીં ભરનાર નવા થોરાળાના આસામીની મિલકત જપ્ત
રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ઘી સિક્યુરાઈઝેશન એન્ડ રીક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-2002 હેઠળ શહેરના ભાવનગર રોડ પર આવેલ એક જર્જરિત મકાનનો કબજો લેવામાં આવ્યો હતો. આ અંગેનો હુકમ નં. જે-એક્સ-સિક્યુ. એક્ટ-કેસ નં. 286/2020 તારીખ:-12/01/2022 ના રોજ કરવામાં આવ્યો હતો.
આ હુકમના અમલ માટેની નોટિસ તારીખ:-11/04/2025 ના રોજ ડી. આર. પુરોહિત, નાયબ મામલતદાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ)ની સહી સાથે બજાવવામાં આવી હતી. બેંક દ્વારા નારોલા પ્રદિપભાઈ ગીરીશભાઈ અને નારોલા ભારતીબેન ગીરીશભાઈની માલિકીની ભાવનગર રોડ પર કસ્તુરબા શેરી નં. 6 (નવા થોરાળા)માં આવેલ સીટી સર્વે નં. 3099 ની મિલકતનો કબજો લેવામાં આવ્યો હતો. આ જમીન મૂળ તા.13/04/1954 થી મકાન વિહોણા ગરીબોને સરકાર તરફથી આપવામાં આવી હતી અને તેના પર વર્ષો જૂનું જર્જરિત મકાન આવેલું છે. આ મિલકતનો વેચાણ દસ્તાવેજ તા.18/08/2007 ના રોજ ભારતીબેન ગીરીશભાઈ નારોલાના નામે નોંધાયેલો છે.
બેંક દ્વારા આ મિલકત પર તા. 31/03/2025 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂૂ. 3,30,171-00 અને ત્યારબાદના ચડત વ્યાજની વસુલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 ચાંદની પરમારની સૂચના અનુસાર મામલતદાર એસ. જે. ચાવડા અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા આ કબજો લેવાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.