વેરો ન ભરનાર વધુ 9 આસામીઓની મિલકત સીલ, એક નળ જોડાણ કપાયું
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે એક સાથે 9 વોર્ડમાં કાર્યવાહી હાથ ધરી વધુ 9 મિલ્કત સીલ કરી 8ને જપ્તીની નોટીસ ફટકારી એક નળ કનેક્શન કાપી સ્થળ ઉપર રૂા. 32.09 લાખની વેરાવસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા અયોધ્યા ચોકમાં ધ વન વર્લ્ડ નજીક એક્સીસ બેંક ફર્સ્ટ ફ્લોર પર આવેલ શોપ નં બી-109 ની સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.86,083, સાધુવાસવાણી રોડ શિવાલય ચોક આશીર્વાદ સ્કૂલને નોટીસ આપતા રિકવરી રૂૂ.7.30 લાખ, મોરબી રોડ પર હર્ષ આર્કેડમાં ઈવોલ્યુશન એકેડેમી શોપ નં-201 ને સીલ મારેલ, કુવાડવા રોડ રણછોડનગર-7માં વાય.ડી ફેશન ક્લબ સામે રિકવરી કરતા ચેક આપેલ, રણછોડનગરમાં શેરી નં-9માં 1-યુનિટ ને નળ-કનેક્શન કપાત સામે રિકવરી રૂૂ.45,000, યાજ્ઞિક રોડ પર આવેલ ‘ ટોપાઝ આર્કેડ ’ થર્ડ ફલોર શોપ નં-2 સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, પંચનાથ રોડ પર આવેલ સર્વોતમ એપાર્ટમેન્ટ થર્ડ ફ્લોર શોપ નં-402 ને સીલ મારેલ, ગોંડલ રોડ પર પ્રમુખસ્વામી આર્કેડ માલવિયા ચોક વિંગ નં-1 માં સેક્ધડ ફ્લોર પર શોપ નં-1 ની સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.04 લાખ, પંચનાથ પ્લોટમાં શેરી નં-15 માં 1-યુનિટ સામે સીલ ની કાર્યવાહી કરતા કરતા પીડીસી ચેક આપેલ, ભક્તિનગર સોસાયટીમાં સંગમ1/2 ના 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂૂ.90,342, 80 ફીટ રીંગ રોડ પર નહેરુનગરમાં આવેલ સરધારનગર-2 માં 1-યુનિટની સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.82,000/-તથા ચેક આપેલ, કોઠારીયા સ્વાતી પાર્ક રોડ શેડ નં-15 માં પ્લોટ નં-1,2,3 વરુણ ઇન્ડસ્ટ્રીઝ માં 1-યુનિટ સામે સીલની કાર્યવાહી કરતા 72,148 રીકવરી કરી હતી. આ કામગીરી નાયબ કમિશ્નરશ્રી સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નરશ્રી સમીર ધડુક,મેનેજરશ્રી સેન્ટ્રલ ઝોન,વેસ્ટ ઝોન,ઇસ્ટ ઝોન તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.