વેરો ન ભરનાર 18 આસામીઓની મિલકત સીલ, 16 એકમોને અપાઇ જપ્તીની નોટિસ
મનપાના વેરા વિગભાના મિલ્કત વેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત ત્રણેય ઝોનમાં બાકીદારો સામે કડકપગલા લઇ વધુ 18 આસીમીઓની મિલ્કત સીલ કરી 16 એકમોને જપ્તીની નોટિસ ફટકારી સ્થળ ઉપર રૂા.45.53લાખની વેરા વસુલાત હાથ ધરી હતી.
વેરાવ વિગભા દ્વારા રૈયા રોડ વિધુત નગર પાસે આવેલ રામેશ્વર પાર્ક શેરી-1 માં 3-યુનીટની નોટીસ સામે રિકવરી કરતાPDC ચેક આપેલ. 150 ફીટ રીંગ રોડ શાસ્ત્રી નગર મેઈન રોડ શેરી નં-4 માં આવેલ પટેલ ઈન્ટરીયલ પ્રોડકટની સામે સીલ ની કાર્યવાહી કરતાPDC ચેક આપેલ. ગાંધીગ્રામ એસ.કે.ચોક પાસે મણીભદ્ર સ્ટીલ ને નોટીસ આપતાPDC ચેક આપેલ. ગાંધીગ્રામમાં આવેલ મહાવીરનગરમાં સસ્તા અનાજ ની દુકાનને સીલ મારેલ.કસ્તુરબા રોડ કોર્નર પર જયુબેલી બાગ પાસે એમ્બેસી માં શોપ નં-203 ને સીલ મારેલ. કસ્તુરબા રોડ પર બીલખા પ્લાઝા માં ફસ્ટ ફ્લોર પર 1-યુનીટને સીલ મારેલ. રૈયા રોડ પી.પી કેન્સર હોસ્પિટલ ઉપાસના કોમ્પ્લેક્ષ ફસ્ટ ફ્લોર શોપ નં-11 ને સીલ મારેલ. રૈયા રોડ અન્ડર બ્રીજ પાસે ધ સીટી સેન્ટર ફોર્થ ફ્લોર શોપ નં-409 ને સીલ મારેલ.
આમ્રપાલી સિનેમાની બાજુમાં આવેલ ધ્રુવનગર મેઈન રોડ લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર-2 ને સીલ મારેલ. બારૈયા મેઈન રોડ પર પંચરત્ન અપાર્ટમેન્ટમાં શોપ નં-3/એ ને સીલ મારેલ. રૈયા રોડ સત્યમ કોમ્પલેક્ષ ફર્સ્ટ ફ્લોર પર 1-યુનીટને સીલ મારેલ. રૈયા રોડ સદગુરુ તીર્થધામ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6 ને સીલ મારેલ. પરાબજારમાં દ્વારકાધીશ ગોકળદાસ નજીક 1-યુનીટની નોટીસ સામે રિકવરી કરતાPDC ચેક આપેલ હતો.
વેરા વિધાગ દ્વારાપેડક રોડ મેલડીમાતાના મંદિર સામે ગાંધી સ્મૃતિ સોસા શેરી નં-1 માં 1-યુનિટ સામે સીલ ની કાર્યવાહી કરતા રીકાવી રૂૂ.5.00 લાખ. આર.ટી .ઓ નજીક માલધારી સોસા માં 1-યુનીટની નોટીસ સામે રિકવરી કરતાPDC ચેક આપેલ કરતા રિકવરી રૂૂ.52,670 થઇ હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.