કોર્પોરેશનના 31 કર્મચારીઓને પ્રમોશન
સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરનાર 9 SSI અને 22 જુ.કલાર્કને નોકરીના ઓર્ડર
મહાનગરપાલિકાના અનેક વિભાગોમાં પટ્ટાવાળાથી લઈને ક્લાર્ક સુધીના તમામ હોદાઓ અડદો અડદ ખાલી છે વર્ષોથી ભરતી પ્રક્રિયા થવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે થોડા સમય પહેલા એસએસઆઈ અને જૂનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરિક્ષા લેવામાં આવેલ જેમાં ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોનું સિલેક્શન કર્યા બાદ આજે સ્ટાફ સિલેક્શન કમિટિએ 9 એસએસઆઈ અને 22 જૂનિયર ક્લાર્કની નોકરીના ઓર્ડર ઈસ્યુ કર્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ- 2, રૂૂ 19900-63200/- ના પગારધોરણ વાળી કુલ મંજુર જગ્યાઓ પૈકી 80:20 નાં રેશિયો મુજબ 80% સીધી ભરતીથી અને 20% ખાતાકીય ભરતીથી ભરવાની જોગવાઈ સામાન્ય સભાના ઠરાવ-61 તા.19/03/2022 થી નીતિ નિયત કરવામાં આવેલ છે.
સદરહુ 20% મુજબની જગ્યાઓ રાજકોટ મહાનગરપાલિકાની વર્ગ-4 ની જગ્યાઓ પર ફરજ બજાવતા કર્મચારીઓમાંથી ભરવાની થતી હોવાથી વંચાણે-1 થી કરવામાં આવેલ ઓફીસ પરિપત્રનાં અનુસંધાને આવેલ અરજીઓ પૈકી નિયત લાયકાત ધરાવતા કર્મચારીઓની તા.01/06/2025 નાં રોજ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેલ. સ્ટાફ સિલેકશન કમિટીની ભલામણ અનુસાર લેખિત પરીક્ષાના કેટેગરી વાઈઝ મેરીટનાં અગ્રતાક્રમે આવતા કર્મચારીઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ- 2, રૂૂ 19900-63200/- ના પગારધોરણવાળી જગ્યા પર હાજર થાય તે તારીખથી 1ર(બાર) માસ સુધી નીચે જણાવેલ શરતોને આધીન તદ્દન હંગામી ધોરણે અજમાયશી નિમણુંક આપવામાં આવે છે.
નિમણુંક પામેલ કર્મચારીઓએ દિવસ-7માં નવી નિમણુંક વાળી જગ્યા પર ફરજ પર હાજર થવાનું રહેશે. કામગીરી સંતોષકારક નહીં જણાય તો તેમને મુળ નિમણુંકની જગ્યાએ પરત મુકવામાં આવશે. આ પગાર ધોરણમાં ફિક્સેશન સંબંધિત કાર્યવાહી શાખા અધિકારી મારફથ અને નિયમો પ્રમાણે કરવાની રહેશે. નિમણુંક પામેલ કર્મચારીએ રજૂ કરેલ શેક્ષણિક લાયકાત, અનુભવ, જન્મતારીખ, જાતિ પ્રમાણપત્ર, ખોટા કે અનઅધિકૃત છે તેવુ સાબિત થશે તો ફોજદારી ગુનો ગણી ચુકવેલ વેતન વ્યાજ સાથે વસુલ કરાવમાં આવશે.