સિંચાઇ વિભાગના 16 ઇજનેરોના પ્રમોશન સાથે બદલીના ઓર્ડર
રાજયના નર્મદા અન જળસંપતિ વિભાગ દ્વારા વર્ગ-1ના બે ઇજનેરોના બદલી અને 16ના પ્રમોશન સાથે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. નર્મદા અને જળસંપતિ વિભાગના બે અધિક્ષક ઇજનેર (સિવિલ) પી.જી. વસાવા (ગાંધીનગર) અને એસ.ટી. ગામીત (વડોદરાની વલસાડ તથા ગોધરા) બદલી કરવામાં આવી છે.
જયારે અન્ય 16 કાર્યપાલક ઇજનેરોને અધિક્ષક ઇજનેર (સિવિલ) તરીકે પ્રમોશન આપી તેમની બદલી કરવામાં આવી છે. રાજકોટ સિંચાઇ યોજના વર્તુળના ઉંડ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રેયસ શ્રવણ ગુપ્તાને ખાસ ફરજ પરના અધિકારી તરીકે સચિવાલયમાં જયારે રાજકોટ પંચાયત સિંચાઇ વર્તુળના દિવ્યેશ ગજેરાને રાજકોટ પંચાયત વિભાગમાં જ નિમણુંક અપાઇ છે.
આ સિવાય જુનાગઢ સિંચાઇ વિભાગના જય ભાટુને ક્ષાર અંકુશ નિવારણ વિભાગ- રાજકોટમાં તેમજ રાજકોટ સિંચાઇ વિભાગના શ્રીમતી ચાંદની ગણાત્રાને પ્રમોશન આપી તે જ કચેરીમાં મુકવામાં આવ્યા છે. તો મોરબી સિંચાઇ વિભાગના પ્રેક્ષા ગોસ્વામીને રાજકોટ સિંચાઇ વર્તુળ કચેરીમાં નિમણુંક અપાઇ છે.