રાજકોટ સહિત રાજ્યના 70 જયુડિશિયલ ઓફિસરની બઢતી-બદલી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર અદાલતોમાં ફરજ બજાવતા 70 જેટલા અધિક ન્યાયાધીશોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી છે અને તેમની નવી જગ્યાઓ પર બદલીના આદેશો જારી કર્યા છે. આ બદલીઓ આગામી 28 એપ્રિલ, 2025થી અમલમાં આવશે.
હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર 65 ટકા પ્રમોશન ક્વોટા હેઠળના જુનિયર ન્યાયાધીશોને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 50 જ્યુડિશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદમાં 33, અમરેલી, અરવલી બનાસકાંઠા એક એક, ભાવનગરમાં 07, ગાંધીનગરમાં 06, ગીર સોમનાથમાં 03, જામનગરમાં 04, જુનાગઢમાં 05, કચ્છમાં 05, ખેડામાં 02, મહેસાણામાં 02, મહીસાગર, મોરબી અને નવસારીમાં એક, પંચમહાલમાં 02 અને રાજકોટમાં 14, સુરતમાં 14, સુરેન્દ્રનગરમાં 02 અને તાપીમાં 01 મળીને કુલ 169 જેટલા જ્યુડિશીયલ ઓફિસરની સેમ કોર્ટમાં પ્રમોટ કરાયા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા નીચલી અદાલતોમાં 70 જ્યુડીશિયલ ઑફિસરને અન્ય કોર્ટમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.આ નિર્ણયથી રાજ્યની ન્યાયિક પ્રક્રિયા વધુ સુદૃઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.