શહેરમાં જી.પી.એસ.સી. દ્વારા યોજાનારી પરીક્ષા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર
જી.પી.એસ.સી. દ્વારા તા. 20 એપ્રિલ, 2025ના રોજ બપોરે 12 કલાકથી બપોરે 03 કલાક સુધી પગુજરાત વહીવટી સેવા વર્ગ - 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ - 1, 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ - 2થની પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરાયું છે. આ પરીક્ષા રાજકોટ શહેરમાં વિવિધ શાળાઓ-કોલેજો ખાતે કુલ 32 કેન્દ્રોમાં યોજાશે. આ પરીક્ષા શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય, પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂૂકાવટ ન આવે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તે માટે રાજકોટ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરશ્રી મહેન્દ્ર બગડીયા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
જે મુજબ તા. 20 એપ્રિલના રોજ સવારે 10 કલાકથી સાંજે 06 કલાક દરમિયાન પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તથા ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની 100 મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન ચાલુ રાખવાની મનાઈ છે. શાળાઓની 100 મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં.
વધુમા પરીક્ષાર્થીઓ પ્રશ્નપત્રને લગતું સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન, ટેબ્લેટ, આઇ-પેડ, સ્માર્ટ વોચ જેવા ઉપકરણો પરીક્ષાસ્થળે લઈ જઈ શકશે નહીં અને સુપરવાઈઝરોએ પણ મોબાઈલ ફોન લઈ જવા નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની 100 મીટરની ત્રિજયામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. આ હુકમમાંથી સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતઓ, પરીક્ષા કાર્યમાં રોકાયેલી ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને તેમજ ફરજ પરના પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, જી.આર.ડી.ના અધિકારીઓ તથા જવાનોને મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.