ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાજબી કારણ સિવાય આઉટસોર્સ કર્મીઓ રાખવાની મનાઇ

03:49 PM Sep 05, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

કચેરીઓમાં નવા વાહનો ખરીદવાના બદલે આઉટસોર્સથી સેવા લેવા નાણાં વિભાગની સૂચના

Advertisement

દરેક સરકારી વિભાગમાં સ્ટાફના પુન:ગઠન અને સ્ટડી રિપોર્ટ પણ મગાવાયો

રાજ્યના બજેટમાં માર્ચ મહિના સુધી પણ ફાળવાયેલી પૂરી રકમ અનેક વિભાગમાં વણવપરાયેલી રહફે છે ત્યારે વર્ષ 2025-26ના બજેટમાં સમાવેશ કરવા માટે નવી સેવા અને બાબતોને મંજૂરીની દરખાસ્તો અને અંદાજો નાણાં વિભાગ દ્વારા અન્ય વિભાગો પાસે મગાવવામાં આવ્યા છે. જેમાં બિનજરૂરી મહેકમ અને કચેરી ખર્ચ ઘટાડવાની સૂચનાનું પાલન થાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. સ્ટાફ કાર તરીકે નવા વાહન ખરીદવાના બદલે વાહનની સેવાઓ આઉટ સોર્સથી લેવા અને તેની દરખાસ્ત પણ નવી બાબત તરીકે નહીં કરવા જણાવાયું છે.

નાણાં વિભાગના 2 સપ્ટેમ્બરના પરિપત્રમાં જણાવ્યા મુજબ, જો નિયમિત પગાર ધોરણ સિવાય પ્રથમ વખત આઉટ સોર્સ કે કરાર આધારિત કર્મચારીઓ રાખવાના હોય તો તેની દરખાસ્ત વાજબીપણાના કારણ સાથે મોકલવા પણ જણાવાયું છે. પ્રથમ વખત આઉટ સોર્સ અથવા કરાર આધારિત સેવા માટે જરૂરી અધિકારી-કર્મચારી લેવા માટે કચેરીની હયાત કામગીરી અને કાર્યભારણના વાજબીપણાની વિગત તેમજ કામગીરીની સમીક્ષા અંગેનો અહેવાલ પણ રજૂ કરવો પડશે. જો આવી સેવા અંગે ત્રણ વર્ષની જરૂૂરિયાત પછી તેની સમીક્ષા કરી વિભાગને તે જગ્યા નિયમિત કરવાની જરૂૂર હોય તો તે અંગે દરખાસ્ત કરી શકશે.

ક્ધડમ વાહન સામે ન હોય અને સ્ટાફ કાર ખરીદવાની હોય તેવા કિસ્સામાં નવી સ્ટાફ કાર ભાડે રાખવા નાણાં વિભાગની પૂર્વ મંજૂરી 2023ના ઠરાવ મુજબ લેવી પડશે. ક્ધડમ કરેલા વાહનની સામે નવા વાહન ખરીદવાના કિસ્સામાં વાહનવ્યવહાર વિભાગની જોગવાઇ સંતોષાતી ન હોય તો નવું વાહન મળવાપાત્ર રહેશે નહીં તેવી સ્પષ્ટતા પણ કરાઇ છે.

વિભાગોમાં નિયમિત પગાર ધોરણની નવી જગ્યાઓ કે મહેકમ ઉભુ કરવા માટે મંજૂર, ભરાયેલી અને ખાલી જગ્યાનો સમીક્ષા સાથેનો અહેવાલ રજૂ કરવો પડશે. કચેરીના સેટ અપ, પિરામીડ સ્ટ્રક્ચર, મળવાપાત્ર જગ્યા કેટલી જરૂૂરી છે તે ઉપરાંત હયાત જગ્યા મર્જ કરવા, રદ કરવા અને પુન: ગઠન અંગે સ્ટડી રિપોર્ટ પણ રજૂ કરવા જણાવાયું છે.

નિયમિત, આઉટ સોર્સ કે કરાર આધારિત નવી જગ્યાઓ અને નવા વાહન માટે 30 સપ્ટેમ્બર સુધીમાં અંદાજો મોકલવા અને નવી યોજના અંગે 15 ઓકટોબર સુધીમાં માહિતી મોકલવા પણ તાકીદ કરાઇ છે.

Tags :
gujaratgujarat newspersonnel exceptProhibition of hiring outsourcedreasonable cause
Advertisement
Advertisement