મુંજકામાં સંબંધીના લગ્ન પ્રસંગમાં મહિલા કોલેજના પ્રોફેસરનું હાર્ટએટેકથી મોત
હૃદય રોગનાં હુમલાને કારણે વધુ બે મોતની ઘટનાં સામે આવી છે જેમા રાજકોટ શહેરનાં કાલાવાડ રોડ પર આવેલી માતૃ વીરબાઇ માં (મહીલા કોલેજ ) નાં પ્રોફેસર ગઇકાલે મુંજકા ગામે આવેલા પાર્ટી પ્લોટમા સબંધીનાં લગ્ન પ્રસંગમા હતા . ત્યારે અચાનક ઢળી પડતા તેને વોકહાર્ટ હોસ્પીટલમા ખસેડાયા હતા . જયા તેને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા અને તેઓને હાર્ટ એટેક આવ્યો હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેમજ બીજી ઘટનામા રાણાવાવથી રાજકોટની સીમેન્ટ ફેકટરીમા કામ અર્થે આવેલો યુવાન રાજકોટમા તેમનાં મોટા બાપુને ત્યા રોકાયો હતો જયા તેમને હાર્ટ એટેક આવતા તેમનુ મૃત્યુ નીપજયુ હતુ.
વધુ વિગતો મુજબ શહેરનાં નાના મવા રોડ પર શાસ્ત્રી નગર અજમેરામા રહેતા અને કાલાવડ રોડ પરની માતૃ વીરબાઇ માં મહીલા કોલેજમા પ્રોફેસર તરીકે ફરજ બજાવતા માવાભાઇ રાણાભાઇ રાઠોડ (ઉ.વ. પ9 ) ગઇકાલે પરીવારજનો સાથે મુંજકા ગામે તેમનાં સબંધીનાં લગ્ન પ્રસંગમા ગયા હતા. જયા ત્યા હાજર સબંધીઓ સાથે વાતચીત દરમ્યાન અચાનક બેહોશ થઇ ઢળી પડયા હતા . જેથી ત્યા હાજર લોકોએ તેમને સારવાર માટે વોકહાર્ટ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા ત્યા ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતક માવાભાઇ સંતાનમા એક દીકરો છે . તેમનાં મૃત્યુથી પરીવારમા શોક છવાઇ ગયો છે.
જ્યારે બીજી ઘટનામાં રાણાવાવ રહેતાં ધર્મેશભાઇ હમીરભાઇ પરમાર (ઉ.વ.43) નામના યુવાન ગત રાતે એકાદ વાગ્યે રાજકોટ આવ્યા હતાં અને ગુરૂૂપ્રસાદ ચોક ત્રિવેણીનગરમાં રહેતાં પોતાના મોટા બાપુના દિકરા તુલીસભાઇ પરમારના ઘરે રોકાયા હતાં. સવારે પાંચેક વાગ્યે તેઓ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, અમૃતભાઇ મકવાણા, યુવરાજસિંહ, ધર્મેન્દ્રભાઇ, રવિભાઇ, પ્રતાપભાઇ સહિતે માલવીયાનગર પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર ધર્મેશભાઇ હાથી સિમેન્ટ કંપનીમાં નોકરી કરતાં હતાં. કંપનીના કામ માટે રાજકોટ આવ્યા હતાં અને આ બનાવ બન્યો હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. તે ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં.
જયારે ત્રીજી ઘટનામા ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગર શેરી નં 13 / 14 મા રહેતા શંકર નાથાભાઇ ગોહેલ ઉ. વ. 4પ ને આજે સવારે હાર્ટ એટેક આવતે તેમનુ મોત નીપજયુ હતુ.