ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે પ્રો.ભાલચંદ્ર ભાણગેની વરણી

05:20 PM Aug 22, 2025 IST | Bhumika
Advertisement

વડોદરાની પ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ને આખરે લાંબી રાહ જોયા બાદ નવા વાઇસ ચાન્સેલર મળ્યા છે. ગુજરાત સરકારે મુંબઈની પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજીના પ્રોફેસર ભાલચંદ્ર મહાદેવ ભાણગેને પાંચ વર્ષ માટે આ પદ પર નિયુક્ત કર્યા છે. આ નિર્ણય ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023ની કલમ 10(4) હેઠળ લેવાયો છે.

Advertisement

પ્રોફેસર ભાણગે રસાયણ શાસ્ત્રના ક્ષેત્રમાં એક અગ્રણી નામ છે. કેમિકલ ટેકનોલોજી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તેમના ઊંડા સંશોધનોએ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે. તેમના અનેક સંશોધન લેખો અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં રજૂ થયેલા પત્રો તેમની શૈક્ષણિક અને સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શિક્ષણ અને સંશોધન બંને ક્ષેત્રનો બહોળો અનુભવ તેમને આ જવાબદારી માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.

પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટી વિવાદોથી ઘેરાયેલી રહી હતી. તેમની લાયકાતને પડકારતી અરજી કોર્ટમાં પહોંચી અને આખરે તેમને રાજીનામું આપવું પડ્યું. ત્યાર પછી પ્રોફેસર ધનેશ પટેલને ઇન્ચાર્જ વીસી તરીકે કાર્યભાર સોંપાયો હતો. હવે, સ્થાયી કુલપતિની નિમણૂકથી યુનિવર્સિટીના શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રમાં નવી દિશા અને પ્રગતિની આશા જાગી છે. પ્રોફેસર ભાણગેના નેતૃત્વ હેઠળ એમ. એસ. યુ. ફરીથી શૈક્ષણિક શ્રેષ્ઠતાનું કેન્દ્ર બનશે તેવી અપેક્ષા છે.

Tags :
gujaratgujarat newsvadodaraVadodara M.S. Universityvadodara news
Advertisement
Next Article
Advertisement