રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી મોકૂફ
12:20 PM Nov 01, 2025 IST
|
admin
Advertisement
ગુજરાતમાં ખરીફ-2025માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે સંભવિત તા. 01 નવેમ્બર, 2025ને ધ્યાને રાખીને સૂચનાઓ આપવામાં આવી હતી.
Advertisement
હાલની સ્થિતિએ ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમજ કેટલાક જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પણ નોંધાયો છે. રાજ્યમાં સર્જાયેલી આ કમોસમી વરસાદની પરિસ્થિતિ, સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનું આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.
ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી શરૂૂ કરવાની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
Next Article
Advertisement