દિલ્હી-રાજકોટ એર ઈન્ડિયાની ફ્લાઈટના લેન્ડિંગમાં સમસ્યા, મુસાફરોના જીવ અધ્ધર
હિરાસર એરપોર્ટ ઉપર એર ઈન્ડિયાની ફલાઈટ બે વખત રન-વેને સ્પર્શ કર્યા છતાં લેન્ડ ન થઈ શકી
એલાઈમેન્ટ સેટ કરવાની પ્રક્રિયાના કારણે ફલાઈટ લેન્ડ નહીં કરાયાનું અધિકારીઓનું નિવેદન
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લોકો હવાઈ મુસાફરી કરતાં ડરી રહ્યાં છે ત્યારે અમદાવાદની આ ઘટના બાદ આજે સવારે દિલ્હીથી રાજકોટ આવેલી એર ઈન્ડિયાની ફલાઈટને લેન્ડીંગમાં સમસ્યા સર્જાઈ હોવાના લીધે બે વખત રન-વે ને સ્પર્શ કર્યા બાદ ફલાઈટે ફરી ઉડાન ભરી હોય આ ઘટનાને લઈને ફલાઈટમાં બેઠેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતાં. જો કે આ મામલે ફલાઈટના એલાઈમેન્ટને સેટ કરવા માટેની આ પ્રક્રિયા હોવાની વાત અધિકારીઓએ કરી છે ત્યારે આ ઘટનાને લઈને દિલ્હીથી એર ઈન્ડિયાની ફલાઈટમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતાં.
અમદાવાદની આ ઘટનામાં એર ઈન્ડિયાની ફલાઈટમાં બેઠેલા મુસાફરોએ જીવ ગુમાવ્યા બાદ લોકોને હવે ફલાઈટમાં બેસતા ડર લાગે છે ત્યારે દિલ્હીથી રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે આવેલી એર ઈન્ડિયાની ફલાઈટમાં લેન્ડીંગમાં કોઈ ખામી સર્જાતા આ ફલાઈટ બે વખત રન-વેને સ્પર્શ કર્યા બાદ લેન્ડીંગ નહીં થઈ શકતા મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો હતો. અંતે ત્રીજા પ્રયાસે ફલાઈટ હિરાસર એરપોર્ટ ખાતે લેન્ડ થઈ હતી.
આ મામલે અંદર બેઠેલા મુસાફરોએ ક્રુ મેમ્બરને આ બાબતે ફરિયાદ કરતાં આ મામલે મુસાફરોને ખુલ્લાસા સાથે જણાવવામાં આવ્યું હતું. કે ફલાઈટના એલામેન્ટને સેટ કરવા માટે બે વખત ફલાઈટ રન-વેને સ્પર્શ કરીને ફરીથી આકાશમાં ઉડાન ભરી હતી. રાજકોટમાં અમદાવાદ જેવી ઘટના બનતી અટકી હોવાની વાતો વાયુ વેગે ફેલાતા આ મામલે દિલ્હીથી અમદાવાદ આવી રહેલા મુસાફરો અને તેના સગા વ્હાલાઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. દિલ્હીથી રાજકોટ આવેલી ફલાઈટે બે વખત ટેન્ડીંગનો પ્રયાસ કરી ફરી હવામા ઉડાન ભરી હોય જેથી અંદર બેઠેલા મુસાફરોએ દેકારો કર્યો હતો અને આ બાબતે ખુલાસો કરવા જણાવ્યું હતું. આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.