For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રોબેશન આઈપીએસને દિલ્હીના જમાદારને લાફો મારવો ભારે પડ્યો

05:58 PM Apr 17, 2025 IST | Bhumika
પ્રોબેશન આઈપીએસને દિલ્હીના જમાદારને લાફો મારવો ભારે પડ્યો

જૂનાગઢના વિસાવદરના પ્રોબેશન આઈપીએસ અધિકારીને દિલ્હી પોલીસના એક જમાદારને તમાચો મારવો ભારે પડ્યો હતો. આ આઈ.પી.એસ. અધિકારીએ કરેલ ઝઘડા બાદ દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલને માફી માગવી પડી હતી. મોડી રાત્રે પોલીસ ચેકિંગ દરમિયાન આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ગુજરાતના 2022ની બેચના તાલીમી આઈપીએસ અને હાલ જૂનાગઢ જીલ્લાના વિસાવદરમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએેસપી) તરીકે ફરજ બજાવતા રોહિત કુમાર તંવરે દિલ્હીના લાજપત નગર પોલીસ મથકમાં ફરજ બજાવતા હવાલદાર હરભજનસિંહને તમાચો મારી દેતાં રવિવારની રાત અને સોમવારનો આખો દિવસ દિલ્હીના લાજપત નગર પોલીસ સ્ટેશનમાં પ્રોબેશન આઈપીએસ અને તેમના મિત્રોને બેસાડી રાખવામાં આવ્યા હતા. આ મામલે ઉચ્ચ અધિકારીઓએ દખલગીરી કર્યા બાદ રોહિત કુમાર તંવરે હવાલદારની લેખિતમાં માફી માગતાં મામલો થાળે પડ્યો હતો.

આ મામલે દિલ્હીના દક્ષિણ-પૂર્વ જિલ્લા ડેપ્યુટી કમિશનર રવિકુમાર સિંહે મીડિયાને જણાવ્યું કે, આ કેસની તપાસ ચાલી રહી હોવાથી કશું કહી ના શકાય તેમ કહીને વિગત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના લાજપત નગર પોલીસ સ્ટેશનમાં મથકમાં ફરજ બજાવતા હવાલદાર હરભજનસિંહ હરિયાણાના બહાદુરગઢનો રહેવાસી જૂનાગઢ જીલ્લાના વિસાવદરના એએસપી રોહિત તંવર ગુજરાત કેડરમાં આઈપીએસની ટ્રેઈનિંગ લઈ રહ્યા છે. રવિવારે રાતે તાલીમી આઈપીએસ રોહિત તંવર પોતાના કેટલાક મિત્રો સાથે દિલ્હીના લાજપતનગર આવ્યા હતા. રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે તે પોતાના મિત્રો સાથે કાર લઈને પાછા ફરતા હતા ત્યારે લાજપતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હવાલદાર હરભજનસિંહ તેમની કારને રોકી હતી.

Advertisement

કાર ડ્રાઈવ કરી રહેલા જૂનાગઢ જીલ્લાના વિસાવદરમાં એએસઆપી રોહિતના મિત્રે દારૂૂ પીધો હતો તેથી હવાલદાર હરભજને તેને ડ્રાઈવિંગ નહીં કરવા સૂચના આપી હતી. તે બાબતને લઇ બન્ને વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઉશ્કેરાયેલા રોહિત તંવરે હરભજસિંહને તમાચો મારી દીધો હતો. અને આઈપીએસ રોહિત તંવર તથા તેના મિત્રો હરભજનને બળજબરીથી ગાડીમાં નાંખીને લાજપતનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં લાજપત નગર પોલીસ સ્ટેશનમાં ફરીથી ઝઘડો થયો હતો. આ બનાવ અંગે સુત્રોએ જણાવ્યું કે, મારામારી કરીને જૂનાગઢ જીલ્લાના વિસાવદરના એએસપી રોહિત તંવર પોતાના મિત્રો સાથે નિકળી ગયા હતા પણ હરભજને કોલ કરીને પીસીઆર વાન બોલાવતાં સ્ટેશન ઈન્ચાર્જે રોહિત તંવર તથા તેના મિત્રોને ફોન કરીને પાછા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.

તંવરે આઈપીએસ તરીકે રોફ ઝાડતાં અકળાયેલા અધિકારીને તંવર તથા તેના મિત્રોને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા. રોહિત તંવર અને તેમના સાથીદારોને આખો દિવસ લાજપત નગર પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા હતા.બાદ માં એક સીનીયર આઈપીએસ અધિકારીએ મધ્યથી કરી હતી અને માફીપત્ર લખ્યા બાદ તાલીમી આઈપીએસ રોહિત તંવર અને તેમના મિત્રોને સોમવારે સાંજે મુક્ત કરવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement