જન્માષ્ટમી મહોત્સવના ફ્લોટ તથા લત્તા સુશોભનના વિજેતાઓને કાલે ઇનામ વિતરણ
શહેરના ગ્રુપ, સંસ્થા મંડળના અગ્રણીઓ, કાર્યકરો, મહિલાઓ, યુવાનોની બહોળી સંખ્યા ઉપસ્થિતિ વચ્ચે આ વર્ષની થીમ, સૂત્ર જાહેર કરાશે: તાવા પ્રસાદનું આયોજન
તા. 10 ના 2ોજ સાંજે 7-00 કલાકે બી.એ.પી.એસ. મંદિ2, કાલાવડ 2ોડ ખાતે વિ.હિ.પ. દ્વા2ા ગત વર્ષની શોભાયાત્રાના ફલોટ સુશોભન તથા લતા સુશોભનના વિજેતાઓને શીલ્ડ વિત2ણ તથા ઈનામ વિત2ણનો એક કાર્યક્રમ યોજાશે. આ તકે આ વર્ષની થીમ તથા સુત્રની જાહે2ાત પણ ક2વામાં આવશે. કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ લોકો માટે તાવા પ્રસાદનું સુંદ2 આયોજન ક2વામાં આવ્યું છે.
વિ.હિ.પ. પ્રે2ીત જન્માષ્ટમી મહોત્સ્વ સમિતિ દ્વા2ા દ2 વર્ષે અતિ વિશાળ અને ભવ્ય શોભાયાત્રા જન્માષ્ટમીના પાવન દિવસે સમગ્ર 2ાજકોટના 2ાજમાર્ગો ઉપ2 ફ2ીને નગ2ને કૃષ્ણમય બનાવે છે. લાખોની સંખ્યામાં પ્રજાજનો આ શોભાયાત્રામાં જોડાય છે અને દર્શનનો લાભ લ્યે છે. ભા2તભ2માં બીજા નંબ2ની સૌથી પ2ંપ2ાગત, વિશાળ, વૈવિધ્યપૂર્ણ શોભાયાત્રામાં શહે2ના નામી-અનામી, નાના મોટા ગ્રુપ, સંસ્થા, મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ, સેવાકીય સંસ્થાઓ, શૈક્ષ્ાણિક સંસ્થાઓ, વિસ્તા2 કે લતામાં ચાલતા ગ્રુપો, હોંશભે2 આ શોભાયાત્રામાં પોતાના અવનવા ફલોટસ સાથે દ2 વર્ષે આ શોભાયાત્રામાં જોડાય છે. શોભાયાત્રામાં જોડતા ફલોટ ધા2કોમાં કાંઈક વૈવિધ્યપૂર્ણ અલગ વિષય, થીમ, સાંપ્રત સમયની વિષય વસ્તુને લઈને ફલોટ બને તેમને પ્રોત્સાહન મળે એ માટે કમીટી દ્વા2ા જોડાના2 ફલોટસ વચ્ચે એક તંદુ2સ્ત સ્પર્ધા ક2વામાં આવે છે જેમાં આંત2ીક વિષય, થીમ, બહા2નબહા2નું ડેકો2ેશન, પાત્રોની પસંદગી વિગે2ે વિષયોને ધ્યાનમાં લઈ મુલ્યાંકન બાદ વિજેતા ફલોટ ધા2કોને શીલ્ડ એનાયત ક2ી પ્રોત્સાહીત ક2વામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે ગયા વર્ષની જન્માષ્ટમી શોભાયાત્રામાં પોતાના ફલોટ લઈને જોડાના2 અને ફલોટ સુશોભનમાં વિજેતા થના2 ગ્રુપ, સંસ્થા, મંડળને શિલ્ડ એનાયત ક2વામાં આવશે.
દ2 વર્ષે જન્માષ્ટમી શોભાયાત્રા પૂર્વે તમામ સાહિત્યમાં એક ખાસ થીમ સાથે પ્રચા2, પ્રસા2 ક2વામાં આવતો હોય છે. છેલ્લા થોડા વર્ષોથી એક નવીનતમ પ્રયોગ રૂપે આ સૂત્રો અને થીમ પ્રજાજનો પાસેથી એક સ્પર્ધાના સ્વરૂપમાં લેવામાં આવતી હોય છે. સ્પર્ધામાં ભાગ લેના2 તમામ સ્પર્ધકોને નકકી ક2ેલા વિષય, થીમ પૈકી કોઈ વિષય પસંદ ક2ી સૂત્ર બનાવવાનું હોય છે. સમિતિ દ્વા2ા સ્પર્ધકોના આવેલા સૂત્રોમાંથી મુલ્યાંકન ક2ી એક શ્રેષ્ઠતમ સૂત્ર નકકી ક2ી તેને સમગ્ર જન્માષ્ટમીના આયોજનમાં ઉપયોગ ક2વામાં આવતો હોય છે. આ સ્પર્ધાના વિજેતાઓને આવતીકાલે ઈનામોથી નવાજવામાં આવશે.