રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રિયંકા ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી, દમણ-દીવથી ચૂંટણી લડશે?

12:14 PM Mar 04, 2024 IST | admin
Advertisement

લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીજાહેર કરવામાં આવી છે. જેમાં 195 ઉમેદવારોના નામ છે. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે. ત્યારે હવે કોંગ્રેસ પણ ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં દમણ દીવ બેઠક પરથી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ ચર્ચામાં છે.
આ બાબતે દમણના કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે જણાવ્યું કે, પ્રિયંકા ગાંધી સંભવિત ઉમેદવાર તરીકે આવી રહ્યા છે. અમે દમણ-દીવ તરફથી આ પ્રસ્તાવનું સ્વાગત કરીએ છીએ. હાઈકમાન્ડ તરફથી ડેટા સહિતની જવાબદારી આપવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં અમે વધુ વિગતો પણ જણાવીશું. સાઉથ ગુજરાતમાં કેટલી સીટો છે એ અમને ખબર છે અને કોંગ્રેસ સાથે હંમેશા સાઉથ ગુજરાતની સીટો રહી હતી. એ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ..તો પ્રિયંકાજીને અહીં મુકવા પાછળ પાર્ટીએ એવું નક્કી કર્યું છે કે, જો પ્રિયંકા ગાંધી દમણ દીવ કેન્દ્ર સાશિત પ્રદેશથી લડે તો, સાઉથ ગુજરાત પણ કવર થાય અને દીવના કારણે સૌરાષ્ટ્ર પણ કવર થાય.

Advertisement

આ બાબતે ટૂંક સમયમાં પાર્ટી તરફથી નિર્ણય લેવામાં આવશે. આ જે બેઠક હતી તે પહેલાં કોંગ્રેસ પાર્ટીની જ હતી. મારા પિતા પણ બે ટર્મથી દમણ-દીવના સાંસદ રહી ચૂક્યા છે. તે પછી લાલુભાઈ આવ્યાં. લાલુભાઈ પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં ગયા હતા. હવે ભાજપ માટે દમણ-દીવ પર એવું કઈ ખાસ રહ્યું નથી. એમ પણ કોંગ્રેસ માટે આ સિક્યોર સીટ છે એટલા માટે જ પ્રિયંકાજી અહીંથી લડી શકે છે. 3 ટર્મ ભારતીય જનતા પાર્ટીની થઈ. પણ લોકોમાં નારાજગી ઘણી જોવા મળી છે. જો માત્ર દીવની વાત કરૂૂં તો 75 ટકા લોકો ભાજપથી નારાજ છે. તેનો પણ અમને આગામી લોકસભાની ચૂંટણીમાં ફાયદો મળશે. તેમજ દમણમાંથી પણ ઘણો ફાયદો મળશે.

Tags :
Congressgujaratgujarat newsPriyanka Gandhi
Advertisement
Next Article
Advertisement