રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજુલામાં ખાનગી ટ્રાવેલ્સ ગટરના ખાડામાં લટકી પડી: મુસાફરોમાં દેકારો

12:22 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજુલા શહેરમાં મહુવા જગાતનાકા પાસે સાંજના સમયે કુળદેવી ટ્રાવેલ્સ નામની બસ જે ઉના સુરત જતી હતી જે રાજુલા થી સાંજના સાત કલાકે ઊપડી જે મહુવા જગાતનાકા પાસે પહોંચતા અચાનક સાઈડમાં ગટરના ખાડાના પાણીમાં સાઈડમાં આ બસ લટકી પડી હતી અને બસ લટકી પડતા બસના પેસેજરો અફડા તફડી જોવા મળી હતી અને ભર શિયાળે પરસેવો જોવા મળ્યો આ ઘટના બનતા તમામ પેસેન્જર ને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા આ ઘટનાના સમાચાર વાયુવેગે શહેર માં પ્રસરતા આ ઘટનાના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા આ બસને બહાર કાઢવા માટે મહેનત શરૂૂ કરવામાં આવી આ બસને કાઢવા માટે સતત બે કલાકની ભારે જેહમત બાદ ક્રેનની મદદથી આ બસને બહાર કાઢવામાં આવી આ લક્ઝરી બસો જાહેરનામું હોવા છતાં રાજુલા શહેરમાં લક્ઝરી બસો પ્રવેશ કરે છે. જાહેર નામનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે જાહેરનામાનો ઉલાળીયો કરવામાં આવી રહ્યો છે શહેરમાં આકસ્મિક કોઈપણ ઘટનાઓ બનશે ત્યારે જવાબદાર કોણ ?

જોકે જાહેરનામા બાબતે રાજુલા પોલીસે અવારનવાર કાર્યવાહી કરી છે અને દંડ વસૂલ કરવાની કાર્યવાહીઓ કરી છે પરંતુ આ લક્ઝરીવાળા ને દંડ આપવો પોસાય છે અને શહેર માં પેસેન્જર લેવા ખુલ્લેઆમ આવે છે અને બિન્દાસ રાજુલામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે હવે પોલીસે તરફથી કડકમાં કડક રીતે કાર્યવાહી કરવામાં આવે તેવું રાજુલા શહેરના શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

Tags :
accidentgujaratgujarat newsRajula
Advertisement
Next Article
Advertisement