RMCના મેદાનમાં ખાનગી મેળા નહીં યોજાય
SOPના વિવાદ બાદ ત્રીજી વખત ટેન્ડરમાં પણ પ્લોટ માટે કોઇ ફરકયું નહીં
મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પોતાની માલિકીના ત્રણ ખાલી પ્લોટ મેળો યોજવા માટે ભાડે આપવામાં આવી રહ્યા છે જે અંતર્ગત નાના માવા તથા અમીન માર્ગ કોર્નર અને સાધુવાસવાણી રોડ પરના ત્રણ મેદાનો ભાડે આપવા માટે બીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. મુદત પૂર્ણ થતા ટેન્ડર ખોલવામાં આવતા ત્રણેય મેદાનો માટે આજે બીજી વખત ટેન્ડરમાં કોઇ પાર્ટી ન આવતા હવે તંત્રએ ટેન્ડર પડતું મુકયું છે.
મહાનગરપાલિકાનું મેળાનું ટેન્ડર ફેલ થવાના કારણો જણાવતા તંત્રએ જણાવેલ કે સરકાર દ્વારા એસઓપીનું કડક પાલન કરવાની સુચના આપી છે ત્યારે સરકારે જ એસોપીમાં મહદ અંશે છૂટછાટ આપી છે જે મૌખિક આપેલ હોય લેખિતમાં એસઓપી અંતર્ગત છૂટછાટ ન આવે ત્યાં સુધી સંચાલકો રિસ્ક લેવા તૈયાર નથી. મનપા દ્વારા દર વર્ષે ચાર સ્થળે મેળો યોજવા મેદાનો ભાડે આપવામાં આવતા હતા પરંતુ મોટા મોવા રોડ પર આવેલ મેદાનનું ક્ષેત્રફળ ઓછું હોવાથી આ વખતે નાનામોવા સર્કલ તથા અમીન માર્ગ કોર્નર અને સાધુવાસવાણી રોડ સહિતના ત્રણ મેદાનો ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી.
મહાનગરપાલિકા દ્વારા મેળાના આયોજન માટે ત્રણ પ્લોટ ભાડેથી આપવાનું નક્કી કરાયું હતું. જેમાં નાનામૌવા સર્કલ કોર્નર પેટ્રોલપંપની બાજુમાં આવેલ ટીપીનો પ્લોટ જેનું ક્ષેત્રફળ 9438 ચો.મી. છે. જે પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂૂા.5 લેખે તથા સાધુવાસવાણી રોડ રાજ પેલેસ સામે આવેલ ટીપીનો પ્લોટ ક્ષેત્રફળ 5388 ચો.મી. પ્રતિ ચો.મી. રૂૂા.5 પ્રતિ દિન ભાડુ વસુલી અને અમિન માર્ગ કોર્નર ઝેડબ્લુની સામે આવેલ ટીપી પ્લોટ ક્ષેત્રફળ 4669 ચો.મી. પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂૂા.5ના ભાડા લેખે મેળાના સંચાલકોને આપશે. આ મેદાન માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભાડાની સાથો સાથ ડિપોઝીટ પેટે સંચાલકોએ પ્રતિ પ્લોટ દીઠ રૂૂા.1 લાખ ઈએમડીની રકમ જમા કરાવવાની હતી.