For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધારીમાં ખાનગી બસ પલટી ખાતા સર્જાયો અકસ્માત, 18 મુસાફરો ઘવાયા

11:54 AM Apr 15, 2025 IST | Bhumika
ધારીમાં ખાનગી બસ પલટી ખાતા સર્જાયો અકસ્માત  18 મુસાફરો ઘવાયા

અમરેલીના ધારીમાં લકઝરી બસપલટતા અકસ્માત સર્જાયો. ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે પલટી ખાતા મુસાફરોને ગંભીર ઇજાઓ પંહોચી. ચલાલાના અમરેલી રોડ પર હરી દર્શન બસ પલટી ખાતા અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડયા. બસમા સવાર 18 મુસાફરોને ઇજા પંહોચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા.
પ્રાપ્ત વિગત મુજબ ઉનાથી અમદાવાદ જતી બસ મોડી રાત્રે ચલાલા જતી ખાનગી બસને અકસ્માત નડયો. મોડી રાત્રે ખાનગી બસને અકસ્માત નડતા લોકોની ભીડ ભેગી થઈ. સ્થાનિક લોકોએ બસના મુસાફરોને બચાવવા પ્રયાસ કર્યો. મોડી રાત્ર અકસ્માત થતા ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા. દરમિયાન પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી. ધારીના ચલાલા નજીક ખાનગી બસની અકસ્માતની ઘટનામાં મુસાફરોને ઇજાઓ પંહોચી છે. અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી સ્થિતિ કાબુમાં લીધી અને ઘાયલ 18 મુસાફરોને ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

Advertisement

ખાનગી બસની અકસ્માતની ઘટનાને પગલે ધારાસભ્ય જે.વી.કાકડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી પણ અકસ્માત સ્થળની મુલાકાત લીધી. બાદમાં ઘાયલ મુસાફરોની સ્થિતિથીની માહિતી મેળવવા હોસ્પિટલ પંહોચ્યા. ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ઘાયલ મુસાફરોના ખબરઅંતર પૂછયા. અકસ્માતના સામે આવેલા સમાચાર મુજબ તમામ મુસાફરો અત્યારે સારવાર લઈ રહ્યા છે. કોઈપણ મુસાફર અત્યારે ગંભીર સ્થિતિમાં હોય તેવું સામે આવ્યું નથી. પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી કેવી રીતે અકસ્માત સર્જાયો તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement