For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી શાળામાં શાળા સહાયકોની ખાનગી એજન્સી ભરતી કરશે

05:32 PM Feb 27, 2025 IST | Bhumika
સરકારી શાળામાં શાળા સહાયકોની  ખાનગી એજન્સી ભરતી કરશે

રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકો મૂકવાની નિરસ નીતિ સામે હવે સરકાર દ્વારા નિમાયેલ એજન્સી દ્વારા શિક્ષકોની આઉટસોર્સથી ભરતી કરવામાં આવશે. ગ્રેજ્યુએટ+B.Ed ની લાયકાત ધરાવનાર શિક્ષક બની શકશે. તેને 11 મહિનાના કોન્ટ્રાન્ક્ટ અને 21 હજાર રૂૂપિયા માસિક મહેનતાણું આપવામાં આવશે.શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની યોજના અંગેની નવી બાબતની વહિવટી મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે છે.

Advertisement

આ સાથે વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવ બળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચેની શરતોને આધિન નશાળા સહાયકથ આઉટસોર્સિંગથી જગ્યા ભરવા ઠરાવ કરવામાં આવ્યો છે.ઠરાવની શરતો મુજબ લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે. નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોનવાઇઝ કે જિલ્લાવાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના અપાશે. આ કામગીરીમાં શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે.

એજન્સી દ્વારા ફાળવવામાં આવેલાં ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને તે ક્લસ્ટરના સીઆરસી (CRC) મારફતે સમીક્ષા કરવાની રહેશે. જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.રાજ્યની સરકારી પ્રાથમિક પગાર-કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે. છૂટા કરેલા શાળાસહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ન હોય તેવી અન્ય પગાર-કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement