જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળ
જૂનાગઢ જિલ્લા જેલના સર્કલ-1ના 40થી વધુ કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કેદીઓએ મુખ્યત્વે જેલમાં કેદ અનિરુદ્ધસિંહને ખાસ સુવિધાઓ અપાતી હોવાની ફરિયાદ અને આક્ષેપો કર્યા હતા.
જૂનાગઢ જિલ્લા જેલના સર્કલ-1ના 40થી વધુ કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કેદીઓએ મુખ્યત્વે જેલમાં કેદ અનિરુદ્ધસિંહને ખાસ સુવિધાઓ અપાતી હોવાની ફરિયાદ અને આક્ષેપો કર્યા હતા. જેના વિરોધમાં આ પગલું ભર્યું હતું. કેદીઓની માંગણીઓ હતી કે જેલમાં આવેલા મંદિરમાં દર્શન કરવાની છૂટ મળે અને મંદિરમાં અગરબત્તી કરવાની પરવાનગી મળે.
કેદીઓના આક્ષેપોના જવાબમાં જેલરે સ્પષ્ટતા કરી હતી કે અનિરુદ્ધસિંહને કોઈ ખાસ કે વિશેષ સુવિધા આપવામાં આવતી નથી. તેમણે આ આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. જોકે કેદીઓની માંગણીઓ સંદર્ભે જેલરે નિયમ મુજબ અગરબત્તી કરવા માટે બે-ત્રણ કેદીઓને છૂટ આપવાની વાત કરી હતી. આખરે જેલ પ્રશાસન અને કેદીઓ વચ્ચે સમાધાન થતાં કેદીઓએ પોતાની ભૂખ હડતાળનો અંત લાવ્યો હતો.