ખેડામાં 40થી વધુ શાળાના આચાર્ય પ્રશ્ર્નપત્ર ઘરે લઇ ગયા
ગુજરાત છેલ્લા ઘણાં સમયથી કૌભાંડને લઈને અનેકવાર ચર્ચામાં આવ્યું છે. અત્યારે પણ ખેડા (ઊંવયમફ) માં એક એવો બનાવ સામે આવ્યો છે. ખેડામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. વિગતે વાત કરીએ તો, શિક્ષણ વિભાગે બહાર પાડેલા પ્રશ્નપત્રોનું આચાર્ય ઘરેથી વિતરણ કરી રહ્યા છે, એવું સામે આવ્યું છે.
શિક્ષણ વિભાગે બહાર પાડેલા પ્રશ્નપત્રો દરેક જિલ્લામાં પહોંચી ગયા છે. જુદા જુદા તાલુકા પ્રમાણે જુદા જુદા સંકુલમાં પહોંચાડવા નક્કી કરાયું છે. સંકુલના આચાર્યોએ પોતાની શાળાના પ્રશ્નપત્ર ત્યાંથી લેવાના હોય છે. જેથી કપડવંજ તાલુકાના પ્રશ્નપત્રો સિંઘાલીની શાળામાંથી લેવાનું નક્કી કરાયું હતું. જો કે, આ મામલે અત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે.
ખેડામાં તો શિક્ષણ સાથે રમતો રમાઈ રહીં હોય તેવું સામે આવ્યું છે. સિંઘાલી શાળાના આચાર્ય શાળાને બદલે ઘરેથી પ્રશ્નપત્રોનું વિતરણ કરી રહ્યાં છે. લગભગ 40 થી વધુ શાળાના આચાર્ય પ્રશ્નપત્ર ઘરેથી લઇ જતા કેમેરામાં કેદ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે, જિલ્લા શિક્ષણ વિભાગ સમગ્ર મામલે સંપૂર્ણ અજાણ હોવાનું પણ સામે આવ્યું છે.