For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકુમાર કોલેજમાં સહશિક્ષણના વિરોધમાં પ્રિન્સીપાલને ઘેરાવ

04:53 PM May 24, 2025 IST | Bhumika
રાજકુમાર કોલેજમાં સહશિક્ષણના વિરોધમાં પ્રિન્સીપાલને ઘેરાવ

Advertisement

વાલીઓને વિશ્ર્વાસમાં લીધા વગર જ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ: ઈઇજઊના નિયમોની સમીક્ષા કરવા માંગ

શિક્ષણની ગુણવત્તા પર સવાલ, વાલીઓને ન્યાય આપવા પ્રિન્સીપાલને આવેદન અપાયુ

Advertisement

રાજકોટની રાજકુમાર કોલેજમાં સહશિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વાલીઓ દ્વારા પ્રિન્સીપાલની ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. અને આવેદન પાઠવી વિરોધ વ્યક્ત કરાયો હતો. તેમજ વાલીઓને વિશ્ર્વાસમાં લીધા વગર જ સતાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કર્યા હતાં.

વાલીઓ દ્વારા અપાયેલલ આવેદનમાં જણાવ્યું હતું કે, અમારા ધ્યાન પર આવ્યું છે કે શાળાએ વાલીઓની સલાહ કે સંમતિ લીધા વિના એકતરફી રીતે સહશિક્ષણ શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. અમને ખાતરી નથી કે આવા મહત્વના ફેરફાર માટે સીબીએસઈ દ્વારા કોઈ સત્તાવાર મંજૂરી અથવા પરવાનગી આપવામાં આવી છે કે નહીં. અમે તમારા કાર્યાલયને વિનંતી કરીએ છીએ કે સહશિક્ષણના આ પરિવર્તનને યોગ્ય રીતે અધિકૃત કરવામાં આવ્યું છે કે નહીં તે સ્પષ્ટ કરવામાં આવે.

આ ઉપરાંત, અમે શિક્ષકોની લાયકાત અને વિષયની ફાળવણી અંગે ઊંડી ચિંતા અનુભવીએ છીએ. હાલના ઘણા શિક્ષકો એવા વિષયો ભણાવી રહ્યા છે કે જેમાં તેઓ લાયક નથી અથવા તેમની નિપુણતાના ક્ષેત્રની બહારના વિષયો તેમને માત્ર વહીવટી સગવડતા માટે ફાળવવામાં આવ્યા છે. આના કારણે શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થયો છે, જેની અસર અમારા બાળકોના શિક્ષણ પર પડી રહી છે.

અમે સીબીએસઈ સત્તાધિકારીઓને વિનંતી કરીએ છીએ કે આ મુદ્દાઓની તાકીદે તપાસ કરવામાં આવે. અમે એ પણ સૂચવીએ છીએ કે શાળાનું આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવે જેથી સંસ્થા સીબીએસઈ નિયમો અને ધોરણોનું પાલન કરે છે કે નહીં તેનું નિષ્પક્ષ મૂલ્યાંકન થઈ શકે. અમને વિશ્વાસ છે કે સીબીએસઈ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોનું રક્ષણ કરવા માટે જરૂૂરી પગલાં લેશે.

રજૂઆત માટ ેપૂરતો સમય વાલીઓને અપાયો હતો: મેનેજમેન્ટ

શાળાના પારદર્શક અભિગમને ધ્યાનમાં રાખીને, વાલીઓને જાન્યુઆરી 2025 માં આવનારા ફેરફારો વિશે જાણ કરવામાં આવી હતી અને તેમના મંતવ્યો શેર કરવા અથવા કોઈપણ ચિંતાઓ વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાએ ખુલ્લી વર્ચાઓનું સ્વાગત કર્યું હતું. અને પ્રતિસાદ માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન વાલીઓ દ્વારા કોઈ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હોવાથી બોર્ડે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ હિતમાં નિર્ણય લેવાનું શરૂૂ કર્યું. સુગમ સંક્રમણ સુનિશ્ચિત કરવા માટે, શાળા શિક્ષકોને અદ્યતન તાલીમ આપળો અને વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરશે. આ પ્રયાસો સ્ટાફ અને બાળકો બંનેને શાળાની શ્રેષ્ઠતાની પરંપરાને જાળવી રાખીને નવા શૈક્ષણિક માળખામાં એકીકૃત રીતે અનુકૂલન કરવામાં મદદ કરશે. અમે રાજકુમાર કોલેજમાં દરેક વિદ્યાર્થી માટે સમાવિષ્ટ અને શૈક્ષણિક રીતે સમુહ વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છીબે. તેમ પ્રિન્સીપાલ યસ સક્સેનાએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement