વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી: કાલે રંગોળી ઉત્સવ-સંગીત સંધ્યા
તા.31 ઓકટોબર સુધી સ્વચ્છોત્સવની થશે ઉજવણી, રોજે રોજ અવનવા કાર્યક્રમો
ઉત્સવોમાં ઉપસ્થિત રહેવા મહાપાલિકા દ્વારા શહેરીજનોને નિમંત્રણ
હેમુ ગઢવી હોલ ખાતે સાંજે સંગીત સંધ્યા
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશ જલુ એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા 2-જી ઓકટોબરના રોજ પૂજય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ. ’સ્વચ્છ ભારત મિશન’ની 11-મી વર્ષગાંઠની ’સ્વચ્છતા હી સેવા-2025’ને તા.17-મી સપ્ટેમ્બર,2025 થી 31-મી ઓકટોબર, 2025 સુધી ‘સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરવાનું નકકી કરેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ’સ્વચ્છતા હી સેવા-2025’ને તા.17-મી સપ્ટેમ્બર, 2025 થી 31-મી ઓકટોબર, 2025 સુધી સ્વચ્છોત્સવ તરીકે ઉજવણીનો શુભારંભ કરવા સરગમ કલબના સહયોગથી તા.17-09-2025ના રોજ સમય રાત્રે 08:30 કલાકે શ્રી હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર રોડ ખાતે ’કલ્ચરલ ફેસ્ટ’ (સંગીત સંધ્યા)નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય જાણીતા કવિ મસંજુભાઈ વાળાના વરદ્ હસ્તે કરવામાં આવશે તેમજ આ કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયાના ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ તેમજ સંગીતપ્રિય શહેરીજનો વગેરે ઉપસ્થિત રહેશે.
ગાંધી મ્યુઝિયમ ખાતે સવારે રંગોળી ઉત્સવ
આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75માં જન્મ દિવસના અનુસંધાને સ્વચ્છતા હી સેવા થીમ આધારિત રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ-ચિત્રનગરીના ઉપક્રમે તા.17-09-2025ના રોજ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે રંગોલી ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રંગોલી આર્ટિસ્ટો દ્વારા આજે તા.16-09-2025ના રોજ બપોરે 4:00 વાગ્યાથી રંગોળી બનાવવાની શરૂૂઆત કરશે અને 90 કલાકારો દ્વારા 75 રંગોળી પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે બનાવાશે. આ રંગોળી ઉત્સવમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર ભારતભરમાં અત્યાર સુધીના વિવિધ પ્રોજેક્ટ થયા છે તે પ્રોજેક્ટની રંગોળી કલાકારો દ્વારા બનાવવામાં આવશે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે બનાવવામાં આવનાર રંગોળી પ્રદર્શન માટે શહેરીજનો તા.17-09-2025 અને તા,18-09-2025ના રોજ સવારે 10 થી સાંજના 6 વાગ્યા દરમ્યાન નિહાળી શકશે. આ પ્રદર્શન બહોળી સંખ્યામાં નાગરિકો નિહાળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશ જલુ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
આ રંગોળી ઉત્સવ માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને ચિત્રનગરીના કમિટી મેમ્બર જીતુભાઇ ગોટેચા, રશ્મિ ગોટેચા, સુરેશભાઈ રાવલ, જયશ્રીબેન રાવલ, રશેષભાઈ વ્યાસ, મુકેશભાઈ વ્યાસ, હેમાબેન વ્યાસ, સીમાબેન અગ્રવાલ, શિવમ અગ્રવાલ, દિગીશભાઈ વડોદરિયા, પરેશભાઈ ધોરાજીયા, હરદેવસિંહ વાઘેલા તથા મૌલિકભાઈ ગોટેચા જહેમત ઉઠાવી રહ્યા છે.