રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાંથી જ વડાપ્રધાન એક સાથે પાંચ એઈમ્સનું કરશે લોકાર્પણ

07:07 PM Feb 15, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરની ભાગોળે પરાપીપળીયા નજીક 1100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ 250 બેડની એઈમ્સ હોસ્પિટલનું આગામી તા.25 ફેૈબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ સાથે દેશભરમાં અન્ય ચાર સ્થળે તૈયાર કરાયેલ એઈમ્સ હોસ્પિટલનું રાજકોટ ખાતેથી જ વડાપ્રધાન એક સાથે જ લોકાર્પણ કરનાર હોવાનું કલેકટર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement

રાજકોટ નજીક પરાપીપળીયા ખાતે 1100 કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર વાસીઓને આધુનિક એઈમ્સ જેવી સારવારની સુવિધા આપવામાં આવી છે ત્યારે આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જતાં આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ રાખવામાં આવ્યું છે. જેના માટે કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રાજકોટ ઉપરાંત તેલંગાણાના મંગલગીરી, બંગાળના કલ્યાણી, પંજાબના ભટીંડા અને ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતે પણ એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવામાં આવેલ હોય અને આ ચારેય સ્થળે એઈમ્સની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી જ અન્ય ચાર એઈમ્સ હોસ્પિટલનું એક સાથે જ લોકાર્પણ કરનાર હોવાનું કલેકટર તંત્ર દ્વારા જણાવ્યું છે.

રાજકોટ ખાતેથી એક સાથે પાંચ એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હોય તેનું લાઈવ પ્રસારણ કરવા માટે દિલ્હીથી દુરદર્શનની ટીમ આવતીકાલે જ રાજકોટ આવી પહોંચશે અને રાજકોટ ઉપરાંત તેલંગાણા, બંગાળ, પંજાબ અને ઉતરપ્રદેશ ખાતે તૈયાર કરવામાં આવેલ એઈમ્સ હોસ્પિટલ ખાતે પણ દુરદર્શનની ટીમ તૈનાત કરવામાં આવશે અને પાંચેય એઈમ્સ હોસ્પિટલનું દેશભરમાં દૂરદર્શનમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
દુરદર્શન ઉપરાંત ન્યુઝ ચેનલ અને યુ ટયુબમાં પણ એક સાથે પાંચ એઈમ્સ હોસ્પિટલનું લોર્કાપણ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ રાખવામાં આવ્યું છે. જેની જવાબદારી દુરદર્શનને સોંપવામાં આવી છે.

 

Tags :
gujaratgujarat newsPrime Minister Modirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement