રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાપ્રધાન 25મીએ બે વાગ્યે આવશે, અટલ સરોવરે સભા યોજવા વિચારણા

05:19 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટમાં આગામી તા.25ના રોજ રાજકોટ સ્માર્ટસિટી, એઇમ્સ તથા જનાના હોસ્પિટલ સહિતના મોટા પ્રોેજેકટના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે વડાપ્રધાનના આ કાર્યક્રમોના પગલે વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા 16 કમિટિની રચના કરવામાં આવી છે અને અધિકારીઓને આ કાર્યક્રમ માટે જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવી છે.

Advertisement

વડાપ્રધાન આગામી તા.25મીએ બપોરે બે વાગ્યે દ્વારકાથી રાજકોટ આવી પહોંચનાર હોવાનું જાણવા મળે છે. આ માટે એઇમ્સમાં હેલિપેડ તૈયારી કરી લેવામાં આવેલ છે. જયારે લોકાર્પણ દરમિયાન સ્માર્ટસિટી ખાતે બનાવવામાં આવેલ અટલ સરોવરના કાંઠે જાહેરસભા યોજવા તૈયારી શરૂ કરાઇ છે. જો અટલ સરોવર ખાતે વડાપ્રધાનની જાહેરસભા શકય ન બને તો રેસકોર્ષ મેદાનમાં સભા યોજવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

વડાપ્રધાનના કાર્યક્રમ અંગે સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીનો તા.25મીએ રાજકોટનો કાર્યક્રમ ફાઇનલ થઇ ગયો છે. તા.2મીએ સાંજે વડાપ્રધાન દ્વારકા પહોંચશે અને દ્વારકામાં જ રાત્રીરોકાણ કર્યા બાદ તા.25મીએ સવારે દ્વારકાના આઇકોનિક સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધન કરનાર છે.

દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર ડો.પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન તા.25મી ફેબ્રુઆરીના રોજ બપોરે બે વાગ્યે રાજકોટ પહોંચશે અને ત્યારબાદ લોકાર્પણ તેમજ જાહેરસભા યોજવામાં આવનાર છે. પી.એમ.ની જાહેરસભા સ્માર્ટસિટીમાં અટલ સરોવર ખાતે યોજવી કે, રેસકોર્ષ મેદાનમાં યોજવી તે અંગે હજુ કોઇ આખરી નિર્ણય લેવાયેલ નથી. હાલ કાર્યક્રમ માટે અધિકારીઓની 16 કમિટિ બનાવી જવાબદારીઓ સુપ્રત કરવામાં આવી છે.
દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે, વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરંતુ જાહેરસભાનુ સ્થળ હજુ નક્કી થયુ નથી. એઇમ્સનું ગ્રાઉન્ડ જાહેરસભા યોજવા માટે નાનુ પડે છે. જ્યારે સ્માર્ટસિટીમાં અટલ સરોવર પાસે જાહેર સભા યોજવા અંગે સ્થળ ચકાસણી કરવામાં આવી છે. પરંતુ ત્યાં વાહન પાર્કિંગ માટે પુરતી જગ્યા નથી તેથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જ જાહેર સભા યોજી શક્યા તેમ છે. આ અંગે બે-ત્રણ દિવસમાં નિર્ણય લેવાઇ જશે.

આરોગ્ય સચિવ એઇમ્સ અને જનાના હોસ્પિટલનું નિરિક્ષણ કર્યું
રાજકોટમાં એઇમ્સ અને જનાના હોસ્પિટલ સહિતની યોજનાઓનું વડાપ્રધાન મોદીના હસ્તે આગામી તા.25ના રોજ લોકાર્પણ કરવામાં આવનાર હોય ગઇકાલે રાજ્યના આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી પણ રાજકોટ આવ્યા હતા. અને તેમણે એઇમ્સ તથા જનાના હોસ્પિટલની મુલાકાત લઇ લોકાર્પણની તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ હતું. તેમજ હોસ્પિટલનાં અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી.

Tags :
gujaratgujarat newsPrime Minister Narendra MODIrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement