For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને રવિવારે વડાપ્રધાન લીલીઝંડી બતાવી કરશે ફલેગઓફ

04:56 PM May 23, 2025 IST | Bhumika
સોમનાથ અમદાવાદ વંદે ભારત ટ્રેનને રવિવારે વડાપ્રધાન લીલીઝંડી બતાવી કરશે ફલેગઓફ

મુસાફરોના પ્રવાસ સમયમાં નોંધપાત્ર થશે ઘટાડો

Advertisement

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શનાર્થીઓ માટે આનંદના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25 મે ના ગુજરાત પ્રવાસ દરમ્યાન અમદાવાદથી સોમનાથ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે.આ નવી વંદે ભારત ટ્રેન શરૂૂ થવાથી મુસાફરોના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. વેસ્ટર્ન રેલવેના મેમ્બર અનિષભાઇ રાચ્છે આ અંગેની શક્યતા વ્યક્ત કરી છે. વેરાવળ રેલવે સ્ટેશન પર આ નવી સેવા માટેની ઔપચારિક વ્યવસ્થાઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ નવી સેવાથી સોમનાથ મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને વધુ સારી અને ઝડપી યાત્રાનો લાભમળશે. વંદે ભારત એક્સપ્રેસ ભારતની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેન છે, જે મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત પ્રવાસની સુવિધા પૂરી પાડશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement