VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનનું કર્યું લોકાર્પણ, રાજ્યપાલ-મુખ્યમંત્રી સાથે કરી મુસાફરી, બાળકો સાથે કરી વાતચીત
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ આજે ગાંધીનગરમાં સેક્ટર-1 મેટ્રો સ્ટેશનેથી મેટ્રો ટ્રેનના મોટેરાથી સેક્ટર-1 સુધીના બીજા ફેઝનું ઉદ્ઘાટન કર્યુ હતું. અને ત્યાર બાદ ટીકીટ ખરીદીને વડાપ્રધાન મોદીએ મેટ્રોની મુસાફરી પણ કરી હતી.
પીએમ મોદીએ જાતે ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદી અને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી અને કામગીરીની સમીક્ષા કરી હતી. પીએમએ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કર્યું. પીએમના સ્વાગત માટે સેકટર 1 સ્ટેશને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. અને ઢોલ નગારા સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું.
https://twitter.com/BJP4Gujarat/status/1835601450023755911
મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ વડાપ્રધાન મોદી સાથે હાજર રહ્યા હતા અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન અને રાજ્યપાલ સાથે મેટ્રો ટ્રેનમાં સવારી કરી હતી અને આ દરમિયાન બાળકો સાથે ચર્ચા પણ કરી હતી.
અમદાવાદમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને પીએમ મોદી બપોરે 3.30 વાગ્યે જીએમડીસી યોજાનારા કાર્યક્રમમાં સભા સંબોધી હતી. અને 1 લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. જેને લઈને હાલમાં પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે અને સમગ્ર વિસ્તાર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે. ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડથી 1થી 2 કિલોમીટર દૂર તમામ લોકો માટે પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે અને એસ.ટી વિભાગ દ્વારા અનેક બસો લોકોની અવરજવર માટે દોડાવવામાં આવી છે.
વંદે ભારત મેટ્રો હવે ‘નમો’ રેપિડ રેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવા જઈ રહ્યાં છે, તે પહેલાં રેલવેએ આજે મોટો નિર્ણય લીધો છે. વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ પહેલાં આરઆરટીએસનું નામ રેપિડએક્સથી બદલીને નમો ભારત કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત ટ્રેન દિલ્હીથી મેરઠની વચ્ચે ચાલશે. તેના અમુક સેક્શન શરૂૂ થઈ ચુક્યાં છે. વડાપ્રધાન મોદી આ સાથે છ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદની વચ્ચે શરૂૂ થશે.