For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન મોદીનું શાસન સુવર્ણકાળ બન્યું: રૂપાલા-બોઘરા

04:55 PM Jun 11, 2025 IST | Bhumika
વડાપ્રધાન મોદીનું શાસન સુવર્ણકાળ બન્યું  રૂપાલા બોઘરા

દિલ્હીની ગાદી પર પીએમએ 11 વર્ષ પૂર્ણ કરતા રાજકોટ ભાજપ દ્વારા સંકલ્પથી સિધ્ધિ સુધીની ઉજવણી અંતર્ગત સરકારના નિર્ણયોને વધાવ્યા

Advertisement

ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધી 11 વર્ષ પૂર્ણ કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપની સુચના અનુસાર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ આજ રોજ પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા અને લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂૂપાલાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસ પ્રતિનિધિઓને સંબોધન કરતાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારનો આ સમય સુવર્ણ અક્ષરોમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પની સિદ્ધિનો સુવર્ણકાળ બની રહયો છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના 15 કરોડથી વધુ નાગરિકોને પાંચ લાખ સુધીની ફ્રી સારવાર આયુષ્યમાન યોજના થકી લાભ આપ્યો છે. મહિલાઓને સશકત બનાવવા લખપતિ દીદી જેવી યોજના, સાંસદ તેમજ વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવ્યું છે. ઉજવલા યોજના હેઠળ 10 કરોડથી વધારે ગેસ કનેકશન મફત આપવામાં આવ્યા છે. નળ થી જળ યોજના હેઠળ 25 કરોડથી વધુ મહિલાઓને રાહત મળી છે. ભાજપ સરકારે અત્યાર સુધી કરેલા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કામો પ્રજા સુધી પહોંચે તે દિશામાં કામ કર્યુ છે.

આ તકે સાંસદ પરસોતમભાઈ રૂૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે દેશના હિતમાં મજબુત નિર્ણયો લીધા છે. જેનાથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારી સરકાર બની અને દેશમાં પારદર્શિતાનું નવું ઉદાહરણ પુરૂૂ પાડયું છે. દેશના વિકસિત ભારત માટે જમ્મુ-કાશ્મિરમાં આર્ટીકલ 370 અને ત્રીપલ તલાક નાબુદ કરવાવાળી રાજકીય સરકાર છે જે અશકય હતું પરંતુ મોદીના નેતૃત્વમાં થયેલા અકલ્પનીય નિર્ણયોના સાક્ષી આપણે બન્યા છીએ. ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનમાં રહેલા 9 આતંકી સેન્ટરોને નાશ કરવામાં આવ્યા જેમાં 100 થી વધુ આંતકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

આ ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વને મેસેજ આપ્યો છે કે ભારત ફકત વિકસીત નથી થયુ પરંતુ ભારત સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા પોતાના જ દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે દુશ્મનોને જવાબ આપી શકે છે.
પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ પરશોતમભાઈ રૂૂપાલા સાથે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહેન્દ્રભાઈ પાડલીયા, જીતુભાઈ સોમાણી, મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ભાજપના સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી અશ્વીનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા,આ સંકલ્પથી સિદ્ધિ મોદી સરકારના -11 વર્ષના કાર્યક્રમોના સંયોજક શહેર ભાજપ ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા, સહસંયોજક શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શીંગાળા, હરેશભાઈ કાનાણી સહિત કાર્યક્રમની સફળતા માટે કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, કાર્યાલય મંત્રી હિતેષભાઈ ઢોલરીયા, સહકાર્યાલયમંત્રી શૈલેષભાઈ દવેએ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement