ભાવેણામાં કાલે વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેરસભા
કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, ભાવનગરને દુલ્હનની માફક શણગારાયું, રસ્તા રાતોરાત ચકાચક
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ તા.20ના રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન રૂા. બે લાખ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત સાથે બે કિલોમીટરનો રોડ શો યોજશે તેમજ જંગી જાહેરસભા સંબોધનાર હોય સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વડાપ્રધાનના કાર્યક્રમને પગલે 11 એસ.પી., 23 ડીવાયએસપી, 60 પીઆઇ, 155 પીએસઆઇ, 2400 પોલીસ તથા 1000 હોમગાર્ડ જવાનો મળી કુલ 3650 પોલીસ, બોંબ સ્કવોર્ડની 8 ટીમ અને અસેઆરપીની બે કંપની બંદોબસ્તમાં ગોઠવાયેલ છે.
ભાવનગર શહેરમાં કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ અંગે આજરોજ સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ,શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, રોડ શો ના ઈનચાર્જ ભરતસિંહ ગોહિલ, તુલસીભાઈ પટેલ સહિતના એ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી .જેમાં તા. 20ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એરપોર્ટ ખાતે આવશે અને મહિલા કોલેજથી રૂૂપાણી સર્કલ સુધી દોઢ કિલોમીટર લાંબો ભવ્ય રોડથ શો યોજશે. રોડ શો દરમિયાન આપણી સંસ્કૃતિ મુજબ ટ્રેડિશનલ ડ્રેસ સાથે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે.
ઓપરેશન સિંદૂર, આત્મનિર્ભર ટેબલોનું આયોજન કરાયું છે. સંસ્થાઓ દ્વારા વેપારીઓ, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહેશે.બાદ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી જવાહર મેદાનમાં ભવ્ય સભા સભામાં જનતાને સંબોધન કરશે અને બે લાખ કરોડ રૂૂપિયાના વિકાસ કાર્યોના ખાતમુર્હુત અને લોકાપર્ણ કરશે તેમજ શિપિંગ, મેરિટાઈમ સહિતના દેશભરના અનેક રાજ્યોના એમઓયુ કરશે . ભાવનગરભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર જનતાને આ સમગ્ર કાર્યક્રમમાં પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદી શનિવારે ભાવનગર ની મુલાકાતે આવે છે અને તેની જવાહર મેદાનખાતે વિરાટ જાહેર સભા યોજાનાર હોય કાર્યક્રમો ને સફળતા પૂર્વક પાર પાડવા ભાવનગર ભાજપ ઉપરાંત સમગ્ર વહીવટી તંત્ર એડી ચોટી નું જોર લગાવી રહ્યું છે.અને તમામ તૈયારીઓ પર વિવિધ વિભાગ ના અધિકારી શ્રી ઓ ચાંપતી નજર રાખી રહ્યા છે.જિલ્લા કલેક્ટર ઓફિસ, પોલીસ પ્રશાસન, જિલ્લા ની તમામ તાલુકા પંચાયતો,કોર્પોરેશન.નગર પાલિકાઓ નું તંત્ર આ મુલાકાત ને હેમખેમ પાર પાડવા આ કામગીરી માં જોડાયું છે.પ્રધાન મંત્રી જી ના રૂૂટ પર ના તમામ રસ્તાઓ રાતોરાત ટનાટન બની ગયા છે , ઠેર ઠેર મોદીજી ને આવકારવા હોર્ડિંગ્સ લગાવાઈ રહ્યા છે.સુરક્ષા વ્યવસ્થા નો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.તો ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ,ડોક્ટર્સ ટીમ અને દશા ઓ માટે આકસ્મિક ઘટના ને પહોંચી વળવા રક્તદાતાઓ ની ટીમ પણ તૈયાર રખાઈ છે.
ત્યારે ભાવનગર ખાતે ના જવાહર મેદાન જ્યાં મુખ્ય કાર્યક્રમો યોજાવા નો છે ત્યાં પણ ઉચ્ચ અધિકારીઓ ની દેખરેખ હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વીજ પ્રવાહ નિરંતર ચાલુ રહે અને કોઇપણ યાંત્રિક સમસ્યા ને પહોંચી વળવા ઙૠઈટક દ્વારા સભા સ્થળે 200 કેવી ના 8 જેટલા હેવી ટ્રાન્સફોર્મર કામ ચલાઉ ઊભા કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ લેવલીંગ અને માટી પૂરવાનું કામ પણ અંતિમ તબક્કા માં છે.ભવ્ય સ્ટેજ અને જાયન્ટ એલઇડી સ્ક્રીન પણ લોકો ની સુવિધ માટે ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે.
ભાવનગરના જવાહર મેદાન ખાતે સભા સ્થળે ગાયત્રી મંડપ સર્વિસ દ્વારા દોઢ લાખ ચો.ફુ . અને 20000 લોકો ને સમાવિષ્ટ કરી શકાય એવા જર્મન હેંગર તરીકે ઓળખાતા ત્રણ જર્મન ડોમ ઊભા કરાઈ રહ્યા છે. આ ડોમ શોક પ્રૂફ, રેઇન પ્રૂફ અને વાવાઝોડા થી રક્ષણ આપે છે.
સાત જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં, થ્રિ-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ
ભાવનગરમાં કાલે તા.20ના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને બંદોબસ્ત માટે સાત જિલ્લાની પોલીસને બોલાવવામાં આવી છે. 4 એડિ.ડીજી અને આઈજી કક્ષાના અધિકારીઓ સહિત 4 હજારથી વધારે પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. એરપોર્ટથી જવાહર મેદાન સુધીના 6 સેક્ટરમાં વિભાજીત રૂૂટમાં થ્રિ-લેયર સિક્યોરિટિ ગોઠવવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત માટે ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત રેલવે પોલીસને બોલાવવામાં આવી છે. એડિ.ડીજી અને આઈજી કક્ષાના 4 અધિકારી સહિત 4 હજારથી વધારે પોલીસકર્મીની તૈનાતી કરવામાં આવી છે. એરપોર્ટથી જવાહર મેદાન સુધીના રોડ-શોના રૂૂટને કુલ 6 સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં થ્રિ-લેયર સિક્યોરિટિ ગોઠવાઈ છે. જેમાં દરેક સેક્ટરમાં સુરક્ષાની જવાબદારી એસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. 20 મિનિટનો રોડ શો અને આશરે 40થી 50 મિનિટ સુધીના જવાહર મેદાન ખાતેના સભા સ્થળના કાર્યક્રમમાં ધાબા પોઈન્ટ, રૂૂટ પોઈન્ટ, ડોગ સ્ક્વોર્ડ ઉપરાંત રૂૂટ પર નેત્રમ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રૂૂમ પરથી પણ પોલીસની વોચ રહેશે.