વડાપ્રધાન મોદી તા.20મીએ આવશે ભાવનગરની મુલાકાતે
તા. 20 સપ્ટેમ્બરને શનિવારે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભાવનગર આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેઓની આ મુલાકાત સાથે વડાપ્રધાનના રોડ શો માટે તખતો ગોઠવાઈ રહ્યો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર કાયદા અને કોર્પોરેશન સહિતના સરકારી તંત્રો દ્વારા પણ વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે તૈયારીઓ શરૂૂકરી દેવામાં આવી છે. વડાપ્રધાન ભાવનગરમાં બે કલાકથી વધુ સમય રોકાણ કરશે અને તેઓ રોડ શો કરે તેવી શક્યતા છે. જોકે હજી સુધી સત્તાવાર તંત્ર દ્વારા કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.શિપિંગ મંત્રાલય આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત ને લગતી પોલીસી જાહેર કરશે તેમજ કેટલાક મહત્વના એમઓયુ પણ કરશે વડાપ્રધાન આવી રહ્યા છે જ્યારે કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુરત અને લોકાર્પણ થશે સાથે વડાપ્રધાનના રોડ શો માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે પણ હજી કોઈ સરકારી તંત્ર આ મુલાકાત અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.
આ સિવાય વડાપ્રધાન આગામી તા.20ના રોજ શનિવારે ભાવનગરમાં મહાનગરપાલિકાના અંદાજે રૂા.100 કરોડના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.