ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતમાં

12:13 PM Nov 14, 2025 IST | admin
Advertisement

ડેડિયાપાડા ખાતે બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી દરમિયાન 8400 કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી આવતીકાલ તા. 15ના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થવાની છે. આ પ્રસંગની પૂર્વ તૈયારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સમગ્ર આયોજનની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આ ઉજવણી દરમિયાન ગુજરાતને રૂૂ. 8,400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને મોટી ભેટ આપશે.
આ ઉપરાંત, વડાપ્રધાન આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન દેવમોગરા માતાજીના દર્શનાર્થે પણ જશે. રાષ્ટ્રીય કક્ષાની આ ભવ્ય ઉજવણી ઉપરાંત રાજ્યના વિવિધ સ્થળો ખાતે પણ રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો તેમજ વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કાર્યક્રમો યોજાશે.

પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરતી અનેક ઐતિહાસિક ઉજવણીઓ કરવામાં આવી રહી છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, બંધારણ અંગીકરણના 75 વર્ષ, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ શતાબ્દી તેમજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વર્ષ 2021થી તા. 15, નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને સમગ્ર દેશમાં પજનજાતિય ગૌરવ દિવસથ તરીકે ઉજવવામાં આવે છે.

ભગવાન બિરસા મુંડાની 150 વર્ષની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં તા. 1 થી 15 નવેમ્બર, 2025 દરમિયાન વિવિધ રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Tags :
gujaratgujarat newspm modi
Advertisement
Next Article
Advertisement