For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં : 1220 કરોડના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે

11:36 AM Oct 30, 2025 IST | admin
વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં   1220 કરોડના કામોનું લોકાર્પણ  ખાતમુહૂર્ત કરશે

વડોદરા એરપોર્ટથી કેવડિયા જશે, સર્કિટ હાઉસના VVIP રૂમમાં રોકાણ કરશે

Advertisement

આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણમાં પુષ્પાંજલિ આપશે, એકતા પરેડ નિહાળશે, IAS અને IPS સહિત 800 લોકો સાથે સંવાદ કરશે

કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેનાર છે. જેને લઈને 30 અને 31 ઓક્ટોબરે વડાપ્રધાન કેવડીયાના પ્રવાસે છે. કેવડીયા પહેલા તેઓ આજે સાંજે 5 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. વાતાવરણ ખરાબ હશે તો પીએમ બાય રોડ કેવડિયા જશે.

Advertisement

આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે ત્યારે એકતાનગર -કેવડિયા કોલોની ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ખાસ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ જોષી, તમામ ધારાસભ્યો, વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરો સહિત 500 જેટલા કાર્યકરો કેવડિયા જશે.

વડાપ્રધાન મોદી આજે સાંજે 5 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. વડોદરા એરપોર્ટ પર 15 મિનિટના ટૂંકા રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે. જોકે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષે રહેલા વરસાદને કારણે વાતાવરણ ખરાબ થાય તો વડાપ્રધાન મોદી બાય રોડ કેવડિયા જશે. કેવડિયામાં વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસના VVIP રૂૂમમાં રોકાણ કરશે. જેને પગલે સુરક્ષાના કારણોસર હાલ સર્કિટ હાઉસને ખાલી કરી દેવામાં આવી છે અને ત્યાં હાલ SPG તૈનાત કરી દેવામાં આવી છે. કેવડિયામાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.

એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજાશે
નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે આવતીકાલે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે. રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, JK, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગઈઈ મળીને કુલ 16 ક્ધટીજન્ટ્સ સહભાગી થશે. એટલું જ નહિં ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે.

આ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરાશે
વોકવે ફેસ ટુ, સ્માર્ટ બસ સ્ટોપ ફેસ ટુ, પ્રોટોકોશન વોલ લેન્ડ લેવલિંગ વિયર ડેમ નજીક, સાતપુડા પ્રોટેકશન વોલ, (કેકટસ નજીક) બોન્સાઈ ગાર્ડન, ઈ બસ ચાર્જિંગ સ્ટેશન, નર્મદા ઘાટ પાર્કીંગ, નવા રહેણાંક મકાન, એપ્રોચ રોડ મોખડી નજીક, કૌશલ્ય પથ, લીમડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ, ગાર્ડન, ટાટા નર્મદા ઘાટનું વિસ્તરણ, ડેમ રેપ્લિકા

વડાપ્રધાનના કાર્યક્રમો
દિવસ-1
- સાંજે 5 વાગ્યે કેવડિયા હેલિપેડ પર આગમન
- 5.10 મિનિટે નવી 25 ઈ-બસોને લીલી ઝંડી આપશે
- 6.30 વાગ્યે નર્મદા ડેમ વ્યુ પોઈન્ટ નં.1 પર જશે, 1220 કરોડના પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
- 6.45 વાગ્યે કલ્ચર પ્રોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાતુ લોહપુરૂષ નાટક નિહાળશે
- 7.00 વાગ્યાથી સર્કીટ હાઉસ પહોંચશે, જ્યાં રાત્રિ રોકાણ કરશે

દિવસ-2
- સવારે 8.10 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ પર પુષ્પાંજલી આપશે
- 8.15 થી 10.30 સુધી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ભાગરૂપે પરેડ નિહાળશે અને સંબોધન કરશે
- 12.20 વાગ્યે કેવડિયાથી વડોદરા જવા રવાના
- 1.00 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે

Advertisement
Tags :
Advertisement
Advertisement