વડાપ્રધાન મોદીએ કેવડિયામાં 1220 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું
ઇ-બસોને લીલીઝંડી આપી, રૂા.150નો સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ બહાર પાડી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં પ્રવાસે છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પીએમ મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. તેમણે એકતા નગર ખાતે ઈ-બસોને લીલી ઝંડી બતાવી અને ત્યાર બાદ નર્મદા ડેમ વ્યું-પોઇન્ટ નં-1 ની મુલાકાત લીધી. પીએમ મોદીએ એકતા નગરમાં રૂૂ.150નાં સ્મારક સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું. સાથે રૂૂ.1220 કરોડનાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ પણ આપી. પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટીને (SOU) પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ એકતા પરેડનું નિરીક્ષણ કરી દેશને સંબોધિત કર્યો હતો.
વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય નેતાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, ઉતરાણ બાદ પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવાના હતા, પરંતુ ખરાબ હવામાનને પગલે વડાપ્રધાન મોદી બાય રોડ કેવડિયા પહોંચ્યા હતા. કેવડિયા પહોંચ્યા બાદ પીએમ મોદીએ ઇ-બસોનું લોકાર્પણ કર્યું હતું.ઈ-બસોને લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ ર્મદા ડેમ વ્યું-પોઇન્ટ નં-1 ની મુલાકાત લીધી. અહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે એકતા નગરમાં રૂૂ. 150 નાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ કલ્ચરલ પ્રોગ્રામને નિહાળ્યો હતો.
વડાપ્રધાને સરદાર પટેલના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો
વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં સરદાર પટેલના પરિવારને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે. તથા કેવડિયામાં સરદાર પટેલના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો છે. જેમાં સોશિયલ મીડિયા એકસ પર પીએમ મોદીએ તસવીર શેર કરી છે. તથા મોદીએ જણાવ્યું છે કે સરદાર પટેલના યોગદાનને યાદ કરવું આનંદદાયક છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લૌહપુરુષના વારસાની હાજરીથી ઉજવણી ઐતિહાસિક બની છે. લૌહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે સરદાર પટેલના વંશજો પણ ઉપસ્થિત રહ્યા છે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે. સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં ગૌતમ ડાહ્યાભાઈ પટેલ (સરદાર પટેલના પૌત્ર) હાલ 80 વર્ષના છે અને તેઓ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત છે. તેમની પત્ની ડો. નંદિતા ગૌતમ પટેલ 79 વર્ષની છે. સરદાર પટેલના પ્રપૌત્ર તરીકે કેદાર ગૌતમ પટેલ (વય: 47 વર્ષ) પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા છે. તેમની પત્ની રીના પટેલ (વય: 47 વર્ષ) તથા તેમની પુત્રી કુમારી કરીના કેદાર પટેલ (વય: 13 વર્ષ) પણ એકતા નગર ખાતે પહોંચી છે. આ ઉપરાંત, ગૌતમ ડાહ્યાભાઈ પટેલના પિતરાઈ સમીર ઇન્દ્રકાંત પટેલ (વય: 68 વર્ષ) તથા તેમની પત્ની રીતા એસ. પટેલ (વય: 66 વર્ષ) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી રાષ્ટ્રીય ગૌરવના આ કાર્યક્રમનો ભાગ બન્યા છે. સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિ વડાપ્રધાનની મુલાકાતને વધુ સ્મરણીય અને ઐતિહાસિક બનાવી છે.
