For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક ઓછો ઉતરવાની ભીતિએ સિંગતેલના ડબ્બામાં રૂા.30નો વધારો

01:43 PM Sep 03, 2025 IST | Bhumika
સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક ઓછો ઉતરવાની ભીતિએ સિંગતેલના ડબ્બામાં રૂા 30નો વધારો

તહેવારો પહેલા જ ભાવ વધારા માટે લોબી સક્રિય: મધ્યમ વર્ગ પીશાસે

Advertisement

સિંગતેલના ભાવમાં ડબ્બે રૂૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2360થી વધી 2390 રૂૂપિયા થયો છે. ગુજરાતમાં ફરી તેલનના ભાવમાં વધારો થયો છે, તહેવારોની સિઝન આવે તે પહેલા સિંગતેલના ભાવ આસમાને પહોંચી જતા હોય છે અને સામાન્ય માણસના ખિસ્સા પર તેની અસર જોવા મળતી હોય છે, રાજયમાં મગફળીનું ઉત્પાદન પણ સારૂૂ થયું છે, તેમ છત્તા સિંગતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

તહેવારો પહેલા સિંગતેલમાં ભાવ વધારો થયો છે, સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂૂ.30નો વધારો થયો છે, સાથે સાથે 15 કિલોના ડબ્બાનો ભાવ રૂૂ. 2390 થયો છે, સિંગતેલનો ભાવ રૂૂ.2360થી વધીને ડબ્બાનો ભાવ રૂૂ.2390 થયો છે, રાજયમાં મગફળીનું વ્યાપક ઉત્પાદન છતાં ભાવમાં વધારો થયો છે, રાજ્યમાં ચાલુ વર્ષે 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવાની વાત સામે આવી છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે,સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મુંડા આવવાના કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે. જેને કારણે મગફળીનું ઉત્પાદન ઘટનાની શકયતાને પગલે ભાવ વધારો ચાલુ થઇ ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement