ભાવની અસર: 10 ગ્રામના બદલે માત્ર 8 ગ્રામ સોનાની ખરીદી
ગોલ્ડ રૂા. 87,000ને આંબી જતા ગ્રામની ખરીદી ઓછી થઇ: ગ્રાહકો માત્ર પીળુ સમજી ખરીદી રહયા હોય તેવો ઘાટ: મધ્યમ વર્ગ માટે ગોલ્ડ ખરીદવું સ્વપ્ન: બજારમાં 40 ટકા ઘરાકી ઘટી
સોનાના ભાવમા સતત ઉછાળો આવી રહયો છે ભાવ રૂ. 90000ને આંબવા આવ્યાં છે સોનુ રૂ. 87,000 પહોંચતા મધ્યમ વર્ગ માટે બજારમા જવુ પણ સ્વપ્ન બની ગયુ છે લગ્નગાળાની સિઝન શરૂ છે. ત્યારે લોકો ગ્રામમા ઘટાડો કરવા લાગ્યા છે જયારે હાલ ઓરિજનલ ડાયમંડની જગ્યા લેબગ્રોન ડાયમંડ ખરીદી રહયા છે અને 14 થી 18 ગ્રામ સોનાના દાગીના તરફ વળ્યા છે માત્ર જરૂરિયાત મુજબ જ ખરીદી બજારમા જોવા મળી રહી છે. ગ્રાહકો 10 ગ્રામના બદલે માત્ર 8 ગ્રામની ખરીદી કરી રહયા છે.
છેલ્લા 15 દિવસમાં સોનામાં 15% નો વધારો થયો છે. સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂૂ. 87,000ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. રોકાણકારો અને છૂટક ખરીદદારો બંને તેમની વ્યૂહરચનાઓ અપનાવી રહ્યા છે. નાના રોકાણકારો સોનું ખરીદવાનું ચાલુ રાખે છે.
વર્તમાન લગ્ન સિઝનમાં ગ્રાહકોના વર્તનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. છૂટક ખરીદદારો તેમના બજેટને અનુરૂૂપ પરંપરાગત 22-કેરેટની જગ્યાએ 14-18 કેરેટ સોનાના દાગીના તરફ આગળ વધી રહ્યા છે. આનાથી 14-18 કેરેટ સોનામાં લેબ-ગ્રોન ડાયમંડ (LGD) સ્ટડેડ પીસની માંગમાં વધારો થયો છે.
જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (GJTCI) ના સચિવ જીગર પટેલે જણાવ્યા મુજબ 14-18 કેરેટ સોનામાં LGD-સ્ટડેડ દાગીનામાં લગભગ 50% વૃદ્ધિ જોવા મળી છે . પ્રાદેશિક પસંદગીઓ બદલાય છે - અમદાવાદના ગ્રાહકો રોઝ ગોલ્ડ સોનાને પસંદ કરે છે.
સતત એક મહિનાથી વધી રહેલા સોનાના ભાવના કારણે રાજકોટની સોની બજારમાં લગ્નસરાની સીઝન સમયે પણ મંદીનો માર સહન વેપારીઓને કરવો પડી રહ્યો છે. ઓલ ટાઈમ હાઇ ભાવમાં રાજકોટની સોની બજારમાં ખરીદી માત્ર 30% જ જોવા મળી રહી છે. એટલે કે, 70% મંદીનો માર વેપારીઓ વેઠી રહ્યા છે. 1951માં રૂૂ.98માં મળતું સોનુ આજે 2025માં 87,000ને પાર પહોંચ્યું છે. તો જાણો ઓલટાઈમ હાઈ ભાવ પાછળનું કારણ.
ભારતીય બજારમાં એક તરફ શેર બજારમાં સતત છેલ્લા એક મહિનાથી અસ્થિરતા જોવા મળી રહી છે અને બીજી તરફ સોનાનો ભાવ આસમાને પહોંચી ચુક્યો છે. સોનાના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનાથી સતત સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 36 દિવસની અંદર સોનાના ભાવમાં 8100 કરતા વધુનો વધારો નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂૂપિયા 87,000ની સપાટી વટાવી ચુક્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં 2200 રૂૂપિયાના વધારા સાથે 78,000 પહોંચી ચુક્યો છે. જેની સીધી જ અસર ઘરાકી પર જોવા મળી રહી છે .
2024માં સોનામાં 20 અને ચાંદીમાં 17 ટકા વળતર મળ્યું
2024માં સોનાએ 20% અને ચાંદીએ 17% વળતર આપ્યું ગયા વર્ષે સોનાના ભાવમાં 20.22%નો વધારો થયો હતો. તે જ સમયે, ચાંદીના ભાવમાં 17.19%નો વધારો થયો છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ સોનું 63,352 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે 31 ડિસેમ્બર, 2024ના રોજ 76,162 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આ સમયગાળા દરમિયાન એક કિલો ચાંદીની કિંમત 73,395 રૂૂપિયા પ્રતિ કિલોથી વધીને 86,017 રૂૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
ગ્રાહકો હાલ માત્ર વેઇટ એન્ડ વોચમાં
વર્તમાનમાં સોનાનો ભાવ રૂા.87000 પહોંચી ગયો છે. લોકોને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની ગયા છે ત્યારે સોનાની ખરીદી કરવી મધ્યમ વર્ગ માટે વિચારવું જ રહ્યું છે. બજારમાં બે મહીના મહીલાના ઓર્ડર મળ્યા હોય તેની ખરીદી જ જોવા મળી રહી છે અને નાની-નાની ખરીદી કરી રહ્યા છે. ભાવ વધારે અસર દેખાઇ રહી છે. લોકો 10 ગ્રામના બદલે 8 ગ્રામની ખરીદી કરી રહ્યા છે. બજારમાં 40 ટકા ખરીદી ઓછી થઇ ગઇ છે. જાણે ભાવ ઓછો થવાની રાહ જોતા હોય તેવુન દેખાઇ રહ્યું છે.
ધર્મેશભાઇ, તનિષ્ક જવેલર્સ