ભાવનગરમાં ધાર્મિક સ્થળ સહિત 60 કરોડના દબાણો હટાવાયા
ભાવનગરમાં મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગના કાફલા એ શહેરના નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પર દબાણો પર બૂલડોઝર ફેરવ્યું છે. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પર દબાણો પર બૂલડોઝર ફર્યું છે. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી કરાઈ છે.સીટી સર્વે દ્વારા આપવામાં આવેલી આખરી નોટિસ બાદ વહેલી સવારે સીટી મામલતદાર અને 100થી વધુ પોલીસ કાફલા સાથે ડીમોલેશન થયું હતું. આ કામગીરી દરમિયાન અંદાજે 60 કરોડની 3 હજારથી 3,500 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ છે.
જે દબાણો કરાયેલા હતા તે સરકારની મિલક્ત હોવાથી આજરોજ પાંચ જેટલા જેસીબી અને બેથી વધુ ડમ્પરો સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ અંગે કલેક્ટર મનીષકુમાર બંસલે જણાવ્યું હતું કે, આજે ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં અમુક કાચા પાકા દબાણો હતા એમાં શરૂૂઆતમાં રેવન્યુ તરફથી 28 એપ્રિલ 2025ના દિવસે નોટિસ આપવામાં આવેલી હતી પછી જે એનો નિર્ણય છે આ 14 ઓગસ્ટના કરીને દબાણ હટાવવા કીધું હતું પછી આ લોકો હાઇકોર્ટમાં ગયા હતાં. હાઈકોર્ટે જીઆરટી માટે કીધું જીઆરટીમાં એટલે કે 19 ઓગસ્ટનું હાઇકોર્ટનો ઓર્ડર હતો પછી ત્રણ મહિનાનું કાઉન્ટ કરીએ તો 19 નવેમ્બરે તેની મુદત પૂરી થતી હતી અને સાત દિવસનો ટાઈમ આપીને કાલે 25 નવેમ્બરના દિવસે આખી મુદત પૂરી થઈ હતી. આજે 26 નવેમ્બરે ભાવનગર એસડીએમની અધ્યક્ષતામાં અને પોલીસની હાજરીમાં જે ટીમ છે એને દબાણ હટાવવાની કામગીરી બીએમસીના સહયોગથી પૂરી કરી છે. ભાવનગરમાં અકવાડા મદરેસા બાદ નવાપરા કબ્રસ્તાન ના દબાણો દૂર કરી મહાનગરપાલિકાએ ઓપરેશન ડિમોલેશનની કામગીરી તેજ કરી છે.