For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માણેકવાડામાં 800 વિઘા જમીન પરથી દબાણ હટાવાયું

12:18 PM Dec 09, 2025 IST | Bhumika
માણેકવાડામાં 800 વિઘા જમીન પરથી દબાણ હટાવાયું

ગૌચરની 88 વિઘા જમીન પણ ખુલ્લી કરાવતુ તંત્ર

Advertisement

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ માણેકવાડા ગામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગામના ગૌચરની જમીન પર છેલ્લા ઘણા સમયથી થયેલા દબાણોને દૂર કરીને આશરે 800 વિઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ કાર્યવાહી જૂનાગઢ જિલ્લા કલેક્ટરની તાજેતરની ગામ મુલાકાત અને સ્થાનિક અરજીને પગલે તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે.

ગામના અરજદાર વિરમભાઈ ગાંગાભાઈ જાડેજાએ ગૌચરની જમીન પર થયેલા દબાણ અંગે અરજી કરી હતી. આ અરજીને ધ્યાનમાં રાખીને અને વહીવટી તંત્રની સૂચના મુજબ માણેકવાડા ગ્રામ પંચાયતને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

પ્રથમ તબક્કે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ગૌચરના હદ-નિશાનો નક્કી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. હદ-નિશાનોની તપાસ કરતા એવું સામે આવ્યું કે, ગૌચર જમીનની નજીકમાં જ આસપાસના 83 ખેડૂત ખાતેદારો દ્વારા જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. તમામ 83 ખાતેદારોને દબાણ દૂર કરવા માટે અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે, ચોમાસા દરમિયાન જે જગ્યા પર દબાણ થયું હતું, ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે કામગીરી થઈ શકે તેમ ન હતી.

બે દિવસ પહેલાં જ જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા માણેકવાડા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને પણ સ્થાનિકો દ્વારા આ ગૌચરના પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરની મુલાકાત બાદ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સહિત સમગ્ર વહીવટી તંત્રની સૂચનાથી આ દબાણ હટાવવાની કાર્યવાહીને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવ્યું હતું.

આ કાર્યવાહીમાં ચારથી વધુ જેસીબી મશીનો, ટ્રેક્ટરો અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગની મદદ લેવામાં આવી હતી. આ દબાણ હટાવવાની ઝુંબેશમાં અંદાજે 800 વિઘા જેટલું ગૌચર જમીન પરનું દબાણ દૂર કરીને જમીનને ખુલ્લી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement