ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઓશવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવતું તંત્ર

01:05 PM Apr 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ચિચોડા, તરબૂચ અને કેરીના સ્ટોલ સહિતના એક ડઝનથી વધુ મંડપ સમિયાણા ઉપાડી લીધા

Advertisement

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેના ભાગરૂૂપે આજે ઔષવાળ હોસ્પિટલના સર્કલથી પવનચક્કી થઈને સાધના કોલોની રણજીતસાગર રોડ પરના તમામ સ્થળોએ થી દબાણ દૂર કરવાની કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની મોટી ટુકડી આજે રણજીત સાગર રોડ પર દોડતી થઈ હતી, અને ત્રણ જેટલા ટ્રેકટર માં રેકડી પથારાના માનસામાન ની જપ્તિકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉપરોક્ત માર્ગે મોટાપાયે શેરડીના રસ ના ચિચોડા અથવા તો કેરીના રસના સ્ટોલ ઊભા કરાવી દેવાયા હતા. ઉપરાંત તરબૂચ, કેરી તથા અન્ય ફળ ફ્રૂટ ના વેચાણના સ્ટોલ માટે હંગામી છાવણી ઊભી કરી દેવામાં આવી હતી, તેવા 15 જેટલા સ્ટોલ હટાવી લેવામાં આવ્યા છે, અને આશરે ત્રણ ટ્રેક્ટર ભરીને માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.એસ્ટેટ શાખાની આ કાર્યવાહીને લઈને ઉપરોક્ત વિસ્તારમાં રેકડી પથારાના ધંધાર્થીઓમાં ભારે નાસભાગ થઈ હતી.

---

 

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement